Googleની મોટી જાહેરાત, ભારતમાં આવ્યું AI મોડ, સર્ચ કરવાનો બદલાશે એક્સપીરિયન્સ

ગૂગલે ભારતમાં AI મોડ ઇન સર્ચ લોન્ચ કર્યું છે, જેના પછી યુઝર્સના સર્ચિંગ અનુભવ સંપૂર્ણપણે બદલાઈ જશે અને યુઝર્સને પહેલા કરતા વધુ સારા સર્ચ પરિણામો જોવા મળશે. ગૂગલે આ માટે જેમિની 2.5ના કસ્ટમ વર્ઝનનો ઉપયોગ કર્યો છે. ગૂગલે પોતે આ લોન્ચ વિશે માહિતી આપી છે, કંપનીએ તેના બ્લોગપોસ્ટમાં કહ્યું છે કે આ તેમનો અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી AI સર્ચ એક્સપીરિયન્સ છે. સરળ ભાષામાં કહીએ તો, ગૂગલનો AI મોડ હવે ગૂગલ સર્ચના AI ઓવરવ્યૂનું સ્થાન લેશે.
ગૂગલે શું કહ્યું?
ગૂગલે કહ્યું કે, સકારાત્મક પ્રતિસાદ મળ્યા બાદ, અમને ખુશી છે કે અમે ભારતમાં AI મોડ લોન્ચ કરી રહ્યા છીએ. આ સેવા આજથી એટલે કે મંગળવારથી શરૂ થઈ રહી છે. તેની મદદથી, કંપની શરૂઆતમાં જાણશે કે ભારતીય યુઝર્સ માટે તેને કેવી રીતે સુધારી શકાય, ત્યારબાદ કંપની જરૂરી ફેરફારો કરશે. ગૂગલે તેના બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે AI મોડ આ વર્ષની શરૂઆતમાં અમેરિકા માટે એક પ્રયોગ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી, તેને અન્ય દેશો માટે પણ રજૂ કરવામાં આવ્યો હતો. ભારતમાં, તે હાલમાં ફક્ત અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ છે.
સર્ચિંગ સ્પીડના કર્યા વખાણ
ગૂગલે તેના બ્લોગપોસ્ટમાં જણાવ્યું છે કે ઘણા લોકોએ AI મોડ ઇન સર્ચની સ્પીડની પ્રશંસા કરી છે. તેની મદદથી, તેઓ વધુ સારી ગુણવત્તા અને ઝડપી પ્રતિભાવ જોશે.
AI મોડનો ઉપયોગ કેવી રીતે કરવો?
ગૂગલે તેના બ્લોગપોસ્ટમાં જણાવ્યું છે કે સર્ચમાં AI મોડનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે અને હવે તેને ગૂગલ લેબ્સમાં જઈને એક્સેસ કરવું પડશે. ગૂગલ લેબ્સમાં ગયા પછી, યુઝર્સે “Turn this experiment on or off”ની સામે આપેલ વિકલ્પ ચાલુ અથવા બંધ કરવાનો રહેશે. એકવાર એનેબલ થયા પછી, યુઝર્સને નીચે “Try AI Mode” નો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરીને, તેઓ ગૂગલની આ નવી સુવિધાની એક્સેસ મેળવી શકશે.
કમ્પ્યુટર, લેપટોપ અને ફોન પર શકાય છે યુઝ
આ Google AI મોડનો ઉપયોગ કોઈપણ ડિવાઇસ પર કરી શકાય છે. તેનો ઉપયોગ ફોન, લેપટોપ અને કમ્પ્યુટર વગેરે પર કરી શકાય છે. હાલમાં, યુઝર્સ ફક્ત Google Labsની મદદથી જ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. ગુગલના મતે, AI મોડ તેનું સૌથી શક્તિશાળી AI સર્ચ છે. તેમાં વધુ અદ્યતન તર્ક ક્ષમતા અને મલ્ટિમોડેલિટીની સુવિધા છે. તેની મદદથી, AI મોડ વધુ કાર્યક્ષમ અને ઊંડાણપૂર્વક શોધ કરે છે. ક્યારેક તે મુશ્કેલ અને વિચિત્ર પ્રશ્નોના પણ સરળતાથી જવાબ આપે છે.