ઈલિયાના ડિક્રૂઝ બીજી વખત બની માતા, દીકરાની તસવીર સાથે શેર કર્યું નામ

બોલિવૂડ અભિનેત્રી ઈલિયાના ડી ક્રૂઝ ઘણા લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે. ઈલિયાના તેના કામથી વધારે તેની પર્સનલ લાઈફ માટે ચર્ચા રહે છે. જોકે, તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને એક સારા સમાચાર આપ્યા છે. ઈલિયાના બીજી વખત માતા બની છે. ઈલિયાનાએ બીજા બાળકને જન્મ આપ્યો અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના બાળકની પહેલી ઝલક પણ બતાવી હતી.
ઈલિયાનાએ દિકરાની પહેલી ઝલક બતાવી
ઈલિયાના બીજા દીકરાની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરતાં કૅપ્શનમાં લખ્યું, “અમારું હૃદય ખૂબ ભરાયેલું છે.” સાથે નવજાત બાળકની તસવીર પર તેનું નામ પણ લખાયેલું છે. ઈલિયાનાએ પોતાના દીકરાનું નામ Keanu Rafe Dolan રાખ્યું છે. તેનો જન્મ 19 જૂન 2025ના રોજ થયો હતો. ઈલિયાનાના પોસ્ટ પર પ્રિયંકા ચોપડા, અથિયા શેટ્ટી અને અન્ય સેલેબ્સે પણ કોમેન્ટ કરીને તેને શુભેચ્છા આપી હતી.
ઈલિયાનાએ બીજી પ્રેગ્નન્સીનો કર્યો ખુલાસો
ઈલિયાનાએ ઓક્ટોબર 2024માં તેની બીજી પ્રેગ્નન્સીની પુષ્ટિ કરી હતી. કેટલાંક મહિના પછી તેણે ઇન્સ્ટાગ્રામ પર એક આસ્ક મી એનીથિંગ સેશન હોસ્ટ કર્યું હતું. તે દરમિયાન તેણે પેરેન્ટિંગ વેલ્યૂ વિશે જણાવ્યું હતું કે “લોકો અને ખાસ કરીને બાળકોને એ શીખવવું જોઈએ કે ક્રૂર, દુષ્ટ, નિર્દયી કે સ્વાર્થી બનવું એ પ્રેમ કરવા જેવો ગુણ નથી… પ્રેમને સન્માનથી અને રાજી ખુશીથી પ્રાપ્ત કરવો પડે છે.”