GUJARAT

ભાવનગરમાં આભ ફાટ્યું! 14 ઈંચ વરસાદથી અનેક ગામો સંપર્કવિહોણા

ભાવનગરના પાલીતાણા પંથકમાં અનરાધાર વરસાદ જોવા મળ્યો છે. પાલીતાણાના રંડોળા ગામની રજાવળ નદી બે-કાંઠે થઈ છે. રજાવળ નદીમાં કાર તણાવાનો વીડિયો વાયરલ થયો છે. કારની અંદર સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે. નદીના પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ ગઈ છે. પાલીતાણા પંથકમાં અનરાધાર 12 ઇંચ વરસાદ નોંધાયો છે. મુશળધાર વરસાદને પગલે અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે.

શેત્રુંજી ડેમમાં 80 ટકા પાણી ભરાતા તંત્ર દ્વારા એલર્ટ અપાયું છે. ડેમના નીચાણવાળા તમામ વિસ્તારોને એલર્ટ કરાયા છે. ગઈકાલથી સમગ્ર પંથકમાં સતત વરસી રહેલા ભારે વરસાદને લઇ શેત્રુંજી નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ ગામોને એલર્ટ કરાયા છે. માથધાર, મેઢા, તળાજા, ભેગાળી, દાત્રડ, ભેગાળી, પીંગળી, ટીમાણા અને સેવાળીયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદી પટમાં અવર જવર ન કરવા સૂચના અપાઈ છે.

ભાવનગરમાં આભ ફાટ્યું! 14 ઈંચ વરસાદથી અનેક ગામો સંપર્કવિહોણા

ભાવનગર (Bhavnagar)માં તળાજા, જેસર સહિતનાં અનેક ગામોમાં 12 ઈંચ વરસાદ પડતાં ગામ જળબંબાકાર થઈ ગયું છે. મહુવામાં ધોધમાર વરસાદ વરસતાં પ્રથમ વરસાદે જ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે. મોસમનો પ્રથમ વરસાદ 6 ઈંચ જેટલો વરસતાં લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.

વલ્લભીપુર પંથકમાં ગત રાત્રે ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. અમદાવાદ-ભાવનગર હાઇવે પર નદીના પાણી ફરી વળ્યા છે. તંત્ર દ્વારા વાહન ચાલકો માટે હાઇવે સત્વરે બંધ કરાયો છે. ભારે વરસાદને લઇ ચમારડી પાસેની કાળુભાર નદી બે કાંઠે થઈ છે. કાળુભાર નદી બે કાંઠે વહેતા 5 ફૂટ પાણી રોડ પર ફરી વળ્યા હતા. અમદાવાદ તરફથી આવતા વાહન ચાલકોને ડાઇવર્ટ કરાયા છે. ઉમરાળા, રંઘોળા થઈ તમામ વાહનોને ડાઇવર્ટ કરાયા છે.

ભાવનગરમાં આભ ફાટ્યું! 14 ઈંચ વરસાદથી અનેક ગામો સંપર્કવિહોણા

વલ્લભીપુર તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તંત્ર દ્વારા પાણીવાળા વિસ્તારોમાં ન જવા અપીલ કરાઈ છે. નવાગામ, લોલીયાણા, હળિયાદ અને પાટી ગામ સંપર્ક વિહોણા થયા છે. ઘેલો નદી, ગોદાવરી નદીમાં ઘોડાપૂર આવતા રસ્તા બંધ કરાયા છે.

ભાવનગરમાં આભ ફાટ્યું! 14 ઈંચ વરસાદથી અનેક ગામો સંપર્કવિહોણા

સૌથી વધુ પાલીતાણા 1માં1.85 ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌથી ઓછો ઘોઘામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. સિહોરમાં 11.14 ઇંચ, જેસરમાં 10.71 ઇંચ વરસાદ, મહુવામાં 9 ઇંચ, ઉમરાળામાં 8.98 ઇંચ વરસાદ, તળાજામાં 5.90 ઇંચ, ગારીયાધારમાં 5.87 ઇંચ, વલ્લભીપુરમાં 4.29 ઇંચ, ભાવનગરમાં 2.96 ઇંચ વર્ષા થઈ છે. ભારે વરસાદને પગલે નદી-નાળામાં નવા નીરની આવક થઈ છે. શહેરની જીવાદોરી સમાન ભખડા કેનાલમાં નવા નીર આવ્યા છે. જીલ્લાના શેત્રુંજી ડેમમાં 63,860 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે.

ભાવનગરમાં આભ ફાટ્યું! 14 ઈંચ વરસાદથી અનેક ગામો સંપર્કવિહોણા

સેજળીયા, મોખડકા ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. ગ્રામજનોની મદદ માટે સ્થાનિક પ્રશાસન પહોંચ્યું હતું, તેમજ તળાજાથી ફાયરની ટીમ પણ મદદ માટે પહોંચી હતી. 10થી 15 ગ્રામજનો ફસાતા ફાયરે રેસ્ક્યુ કર્યું હતું. મામલતદાર, રેસ્ક્યુની ટીમ તેમજ પ્રશાસન ખડેપગે જોવા મળી છે. બંને ગામોમાં ગ્રામજનોને બચાવવા માટે રેસ્ક્યુ શરુ કરાયું હતું.

ભાવનગરમાં આભ ફાટ્યું! 14 ઈંચ વરસાદથી અનેક ગામો સંપર્કવિહોણા

વહેલી સવારથી જ પંથકમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. વાઘનગર, માળવાવ, જાદરા, નેસવડમાં વરસાદથી બગડ નદી બે કાંઠે વહેતી થઈ છે. શહેરના ગાંધી બાગ, સ્ટેશન રોડ પર પાણી ભરાયા છે, ST બસ સ્ટેન્ડ, મેઘદૂત સર્કલ, ખાર જાપામાં સર્વત્ર પાણી ભરાયેલા જોવા મળ્યાં છે. નવા ઝાંપા, સોની બજાર વિસ્તારમાં પાણી ભરાયા છે. કેબીન ચોક તેમજ અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

ગુજરાતમાં આજે રાજ્યમાં અત્ર-તત્ર-સર્વત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ (Heavy Rain) પડવાની આગાહી હવામાન વિભાગનાં નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યા છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) સક્રિય થવાથી દેશનાં ઘણા ભાગોમાં વરસાદ પડશે.

ગુજરાત સહિત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button