IPL 2025 પ્લેઓફનું સંપૂર્ણ સમયપત્રક, સમય, સ્થળ અને સંપૂર્ણ વિગતો જાણો

IPL 2025 ના પ્લેઓફ મેચો ગુરુવાર, 29 મે થી શરૂ થવા જઈ રહ્યા છે. આ સીઝનની લીગ મેચો પૂરી થઈ ગઈ છે જેમાં તમામ 10 ટીમો વચ્ચે 70 મેચ રમાઈ હતી. પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ, આરસીબી અને મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયા છે.
IPL 2025નો પહેલો ક્વોલિફાયર 29 મેના રોજ પંજાબ કિંગ્સ અને RCB વચ્ચે રમાશે. આ મેચ ચંદીગઢના મુલ્લાનપુરમાં રમાશે. મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે, જ્યારે મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આ મેચ જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે, જ્યારે હારનારી ટીમે બીજો ક્વોલિફાયર રમવો પડશે.
એલિમિનેટર મેચ શુક્રવાર, 30 મે ના રોજ મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢ ખાતે રમાશે. એલિમિનેટર મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ જીતનારી ટીમ પ્રથમ ક્વોલિફાયર હારી જનારી ટીમ સાથે બીજી ક્વોલિફાયર રમશે. મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે, જ્યારે મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
બીજી ક્વોલિફાયર મેચ રવિવાર, 1 જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ક્વોલિફાયર-2 એલિમિનેટર મેચની વિજેતા ટીમ અને ક્વોલિફાયર-1 ની હારેલી ટીમ વચ્ચે રમાશે. આ મેચ જીતનાર ટીમ ફાઇનલમાં પહોંચશે. મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે જ્યારે મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
ફાઇનલ મેચ ૩ જૂને
આ પછી IPL 2025 ની ફાઇનલ મેચ 3 જૂને રમાશે. આ ટાઇટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. ફાઇનલ મેચ ક્વોલિફાયર 1 અને ક્વોલિફાયર 2 ની વિજેતા ટીમો વચ્ચે રમાશે.
ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે
જોકે, IPLમાં ક્વોલિફાયર અને એલિમિનેટર મેચોમાં કોઈ રિઝર્વ ડે હોતો નથી. અત્યાર સુધી, IPLમાં ક્વોલિફાયર અને એલિમિનેટર મેચ ક્યારેય વરસાદના કારણે ધોવાઈ નથી. વરસાદને ધ્યાનમાં રાખીને, BCCI એ બે કલાકનો વધારાનો સમય રાખ્યો છે. આનો અર્થ એ થયો કે જો મેચ રાત્રે 9.30 વાગ્યે શરૂ થાય તો પણ, મેચ સંપૂર્ણ 20 ઓવર માટે રમાશે. જો વરસાદને કારણે મેચ બિલકુલ ન રમાય તો લીગ સ્ટેજમાં પોઈન્ટ ટેબલ પર સૌથી ઉપર રહેનારી ટીમ આગળ વધશે. એનો અર્થ એ કે તે મેચનો વિજેતા હશે. ટાઇટલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.