SPORTS

પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે સ્ટેડિયમમાં થઈ ગરમાગરમી, હેરી બ્રૂક અને મોહમ્મદ સિરાજ વચ્ચે થઈ બબાલ

રવિવાર, 22 જૂને હેડિંગ્લી ખાતે રમાયેલી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે રમતમાં ગરમાવો વધ્યો, જ્યારે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેન હેરી બ્રૂક વચ્ચે વાતચીતમાં તણાવ જોવા મળ્યો.

સિરાજ બ્રૂક સામે અસહાય જોવા મળ્યો

હેરી બ્રૂકે સિરાજ સામે સતત આક્રમક દાવ રમતા બે ચોગ્ગા ફટકાર્યા, જેના જવાબમાં સિરાજે પણ વાણીથી પ્રતિક્રિયા આપી, જોકે બ્રૂકે તેને અવગણીને પોતાની ઇનિંગ આગળ વધારી હતી. આ ઘર્ષણ 86મી ઓવરમાં વધુ તીવ્ર બન્યું, જ્યારે સિરાજ બ્રૂક સામે અસહાય જોવા મળ્યો. સિરાજે આ મેચમાં પોતાની કામગીરીથી ખાસ છાપ નથી મૂકી શક્યો, જોકે તેણે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને વિકેટ પાછળ કેચ કરાવીને ભારતને અગત્યની સફળતા અપાવી હતી. બીજી બાજુ, જસપ્રીત બુમરાહ ફરી એકવાર ભારત માટે આક્રામક સાબિત થયો, તેણે 5 વિકેટ લઈ ઈંગ્લેન્ડનો પહેલો દાવ 465 રને સમેટી દીધો.

138 રન બનાવવામાં સફળ રહ્યા

બ્રૂક પોતાની શાનદાર ઇનિંગ દરમિયાન 99 રન પર પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો, જ્યારે ક્રિસ વોક્સે 38 રન બનાવીને ભારતના સ્કોર (471)ની નજીક ઇંગ્લેન્ડને લઈ ગયો. છેલ્લી બેટિંગ લઈને ખૂબ જ પ્રતિસ્પર્ધી પ્રદર્શન આપ્યું અને ભારતના પ્રથમ દાવને લગભગ સમતોલ બનાવ્યો. મધ્યાહ્નના સત્રમાં યજમાનોને ઝડપી વિકેટો ગુમાવવી પડી હતી, છતાં 138 રન બનાવવામાં સફળ રહ્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ શોર્ટ પિચ બોલના ઉપયોગથી બ્રૂક અને સ્મિથ (40) બંનેને પેવિલિયન ભેગા કર્યા હતા. ભારતીય ટીમ તરફથી શાર્દુલ ઠાકુરને ફરી એકવાર ઓછા ઓવર મળ્યા, જેને લઈને તેમની પસંદગી પર ચર્ચા ઊભી થઇ છે. અત્યાર સુધી બુમરાહ ટીમ માટે સૌથી મોટી હથિયાર સાબિત થયો છે. તેણે 24.4 ઓવરમાં 83 રન આપીને પોતાની ટેસ્ટ કારકિર્દીની 14મી વખત પાંચ વિકેટ મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button