RCB vs SRH match : આ મેચમાં સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકોની નજર આરસીબીના પૂર્વ કેપ્ટન અને રન મશીન વિરાટ કોહલી પર રહેશે. લાંબા બ્રેક બાદ મેદાનમાં પરત ફરી રહેલા કોહલી પાસેથી ચાહકોને ધમાકેદાર ઇનિંગની આશા છે.
બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આ મેચ નવી શરૂઆત સમાન છે. નિયમિત કેપ્ટન પેટ કમિન્સ ઈજાના કારણે બહાર હોવાથી યુવા વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશનને ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. ઇશાન માટે કેપ્ટન તરીકે આ મોટી કસોટી સાબિત થશે.
SRH ની વિસ્ફોટક બેટિંગ સામે ચેમ્પિયન RCB નો પડકાર
સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને ઇશાન કિશનની એવી જોખમી ઓપનિંગ ત્રિપુટી છે જે કોઈપણ બોલિંગ એટેકના લીરેલીરા ઉડાડી શકે છે. ગયા સીઝનમાં આ ટીમે માત્ર 30 બોલમાં 100 રન ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. 2024 માં જ્યારે આ બંને ટીમો ટકરાઈ હતી ત્યારે હૈદરાબાદે 231 રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો,
જેમાં ઇશાન કિશને અણનમ 94 રન બનાવ્યા હતા. જોકે, આરસીબીએ ત્યારબાદ શાનદાર વાપસી કરીને ગત વર્ષે પોતાનું પ્રથમ આઈપીએલ ટાઇટલ જીત્યું હતું, તેથી તે પોતાની હારનો બદલો લેવા ચોક્કસ મેદાનમાં ઉતરશે.
સંભવિત પ્લેઈંગ-11 પર એક નજર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (C), જીતેશ શર્મા (WK), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારીયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જેકબ ડફી, રસિક સલામ ડાર.
સનરાઇઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન (C/WK), હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, લિયામ લિવિંગસ્ટોન, અનિકેત વર્મા, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, બ્રાયડન કાર્સ, શિવમ માવી, જીશાન અંસારી.


Leave a Comment