ENTERTAINMENT
શાંઘાઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના જ્યુરીમાં કિરણ રાવનો સમાવેશ

ફિલ્મ નિર્માતા કિરણ રાવ 27મા શાંઘાઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (SIFF) ના આંતરરાષ્ટ્રીય જ્યુરીનો ભાગ બનશે. રાવ ઇટાલિયન દિગ્દર્શક અને પટકથા લેખક જિયુસેપ ટોર્નાટોરના નેતૃત્વ હેઠળની જ્યુરીમાં જોડાશે.
જિયુસેપ ઓસ્કાર વિજેતા ‘સિનેમા પેરાડિસો’ માટે જાણીતા છે. ૯૬મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણી માટે કિરણની ફિલ્મ ‘મિસિંગ લેડીઝ’ ભારતની સત્તાવાર એન્ટ્રી હતી.
જ્યુરીમાં આર્જેન્ટિનાના ફિલ્મ નિર્માતા ઇવાન ફંડ, ચીની અભિનેતા અને દિગ્દર્શક હુઆંગ બો, ચીની દિગ્દર્શક અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતા યાંગ લીના અને પ્રખ્યાત ચીની અભિનેત્રી યોંગ મેઈનો સમાવેશ થાય છે.