SPORTS

નીરજ ચોપરાને મળ્યું પ્રમોશન, હવે તે ભાલાની સાથે ભારતીય સેનામાં આ મોટી જવાબદારી સંભાળશે

ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાને ભારતીય સેનામાં મોટી જવાબદારી મળી છે. નીરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું છે. નીરજ ચોપરા ભાલા ફેંકમાં વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક છે. હવે નીરજને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો આપવામાં આવ્યો છે.

નીરજ ચોપરાનો સમાવેશ ભારતના ટેરિટોરિયલ આર્મી રેગ્યુલેશન્સ, ૧૯૪૮ ના પેરા-૩૧ હેઠળ કરવામાં આવ્યો છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો આપ્યો છે. આ પહેલા નીરજ રાજપૂતાના રાઈફલ્સમાં સુબેદાર તરીકે પોસ્ટેડ હતા. નીરજ 2016 માં નાયબ સુબેદાર તરીકે ભારતીય સેનામાં જોડાયા.

નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. તે દેશ માટે વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લીટ બન્યો. નીરજે પોતાના બીજા પ્રયાસમાં ૮૭.૫૮ મીટરનું અંતર કાપીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button