GUJARAT

જામનગરમાં પ્રેમમાં પાગલ પત્નીએ જ પ્રેમીના હાથે પતિનું હત્યા કરવી, જાણો સમગ્ર મામલો વિગતે

જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા રવિ ધીરજલાલ મારકણા નામનો 30 વર્ષનો યુવાન ગઈકાલે સાંજે છ વાગ્યાના અરસામાં પોતાનું જીજે 27 ડી.જે 9310 નંબરનું બુલેટ મોટર સાયકલ લઈને કાલાવડથી જામનગર તરફ આવી રહ્યો હતો. જે દરમિયાન આશરે છ વાગ્યાના અરસામાં તેની પાછળ આવી રહેલી જી.જે.20 એ.ક્યુ. 8262 નંબરની થાર જીપના ચાલકે તેઓને ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો, અને તેમાં બુલેટ ચાલક રવિ મારકણાનું ગંભીર ઇજા થયા બાદ મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

સૌપ્રથમ પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરતાં આ અકસ્માતના બનાવમાં શંકા લાગતી હતી, અને બુલેટ ચાલક યુવાનને ઢસડ્યો હોવાના નિશાનો પણ જોવા મળ્યા હતા. તેથી સમગ્ર બનાવમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને કારના ચાલક અક્ષય છગનભાઇ ડાંગરિયાને શોધી લેવાયો હતો, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઇ રહી હતી. મોડેથી પોલીસને સમગ્ર પ્રકરણમાં આ બનાવ અકસ્માતનો નહીં, પરંતુ હત્યાનો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અને કારચાલક અક્ષય ડાંગરિયાએ આ હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.

પોતે મૃતક રવિની પત્ની રીંકલ સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ ચલાવી રહ્યો હોવાનું કબૂલી લીધું હતું, તેમાં પત્ની રીંકલે જ પતિ રવિ મારકણા બુલેટ લઈને નીકળે છે, તે પ્રકારનું લોકેશન આપ્યું હતું, અને જેના લોકેશન અને પૂર્વયોજિત કાવતરાના આધારે ગઈકાલે સાંજે તેની હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું હતું. અને આરોપી અક્ષય ગઈકાલે સાંજે કાલાવડથી જામનગર તરફના માર્ગે બુલેટનો પીછો કરીને વિજરખી પાસે મોકો ગોતી હત્યા કરી નાખ્યાનું ષડયંત્ર બહાર આવ્યું છે. જેની આરોપી દ્વારા કબુલાત પણ કરી લેવાઇ છે, અને મૃતકની પત્ની રીંકલ તેમાં સામેલ હોવાનું પણ જણાવી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button