SPORTS

LSG vs SRH હાઇલાઇટ્સ: લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઓફની દોડમાંથી બહાર, સનરાઇઝર્સ હૈદરાબાદે તેમને 6 વિકેટથી હરાવ્યું

સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. IPL 2025 ની 61મી મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા. જવાબમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે અભિષેક શર્માની અડધી સદીની મદદથી 6 વિકેટે મેચ જીતી લીધી. આ સાથે, લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પાંચમી ટીમ બની ગઈ છે. જ્યારે ગુજરાત, આરસીબી અને પંજાબ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયા છે.

206 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદને બીજી ઓવરમાં જ શરૂઆતનો ફટકો પડ્યો. અથર્વ ૧૩ રન બનાવીને આઉટ થયો. ઓપનર અભિષેક શર્મા 20 બોલમાં 59 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. ઈશાન કિશન 28 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. હેનરિક ક્લાસેન 28 બોલમાં 47 રન બનાવ્યા. અનિકેત અને નીતીશે 5-5 રન બનાવ્યા. લખનૌ માટે રાઠીએ બે અને વિલિયમ શાર્દુલે એક-એક વિકેટ લીધી.

લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરીને સારી શરૂઆત કરી. મિશેલ માર્શ 39 બોલમાં 65 રન બનાવીને આઉટ થયો હતો. માર્શ અને માર્કરામ વચ્ચે પહેલી વિકેટ માટે ૧૧૫ રનની ભાગીદારી થઈ. કેપ્ટન ઋષભ પંત 6 બોલમાં ફક્ત 7 રન બનાવી શક્યો. એડન માર્કરામ 38 બોલમાં 61 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. આયુષે 5 બોલમાં 3 રન બનાવ્યા. નિકોલસ પૂરને અંતિમ ઓવરોમાં 26 બોલમાં 45 રન બનાવીને ટીમને ગતિ આપી. તેણે માર્કરામ સાથે અને બાદમાં આયુષ બદોની અને અબ્દુલ સમદ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button