લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Ahmedabad : ગરબા સાથે મળશે મોટી કમાણીની તક! અમદાવાદની ‘સ્વચ્છ નવરાત્રિ’ સ્પર્ધામાં ₹1 લાખ અને ₹51 હજારનાં ઈનામો

by

Thenewsdk

Updated: 01-10-2026, 12.06 PM

Follow us:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ ‘સ્વચ્છ નવરાત્રિ’ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓ ગરબે ઘૂમે તેની સાથે ગરબા સ્થળો પર સંપૂર્ણ સ્વચ્છતા અને પર્યાવરણ અનુકૂળ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે મુખ્ય હેતુ સાથે આ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનના આ પગલાથી શહેરમાં નવરાત્રિ દરમિયાન કચરાના યોગ્ય નિકાલ અને જાગરૂકતા વધશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

સામૂહિક ગરબા અને સોસાયટીઓ માટે લાખો રૂપિયાના ઈનામોની જાહેરાત
આ સ્પર્ધાને વધુ રસપ્રદ અને પ્રોત્સાહક બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આકર્ષક રોકડ ઈનામોની જાહેરાત કરવામાં આવી છે. આ સ્પર્ધાને મુખ્યત્વે બે વર્ગમાં વહેંચવામાં આવી છે,

જેમાં સોસાયટી લેવલ ગરબા અને કોમર્શિયલ અથવા સામૂહિક ગરબા આયોજનોનો સમાવેશ થાય છે. સામૂહિક ગરબા આયોજકો માટે શહેર કક્ષાએ વિજેતા બનવા પર પ્રથમ ઈનામ રૂ. 1 લાખ રાખવામાં આવ્યું છે.

જ્યારે વિવિધ સોસાયટીઓ અને રેસિડેન્શિયલ વિસ્તારોમાં યોજાતા ગરબા માટે પ્રથમ ઈનામ રૂ. 51 હજાર નક્કી કરવામાં આવ્યું છે.

‘સ્વચ્છ નવરાત્રિ’ સ્પર્ધામાં ભાગ કેવી રીતે લેવો?
સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા તમામ આયોજકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા અત્યંત સરળ રાખવામાં આવી છે. અમદાવાદ શહેરની કોઈપણ સોસાયટી કે સામૂહિક ગરબાના આયોજકો પોતાના વિસ્તારના સ્થાનિક ‘પબ્લિક હેલ્થ ઓફિસર’ (PHO) નો સંપર્ક કરીને ઓફલાઈન ફોર્મ મેળવી શકશે અને ભરી શકશે. આ ફોર્મમાં ગરબા સ્થળની વિગતો અને સ્વચ્છતા જાળવવા માટે કરવામાં આવનાર આયોજન અંગેની માહિતી દર્શાવવાની રહેશે.

સ્પર્ધાનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કેવી રીતે થશે?
આ સ્પર્ધામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ખાસ કમિટીઓની રચના કરવામાં આવશે. આ કમિટીઓની ટીમ નવરાત્રિના દિવસો દરમિયાન વિવિધ ગરબા સ્થળોની રૂબરૂ મુલાકાત લેશે.

ગરબા સ્થળ પર ડસ્ટબિનની વ્યવસ્થા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બહિષ્કાર, સૂકા અને ભીના કચરાનું યોગ્ય વર્ગીકરણ, શૌચાલયની સ્વચ્છતા તેમજ પર્યાવરણલક્ષી વ્યવસ્થાઓના આધારે નંબર આપવામાં આવશે.

Tags :

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤