લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Ahmedabad Urban : અમદાવાદમાં ફૂડ માર્કેટમાં આગથી અફરાતફરી! મોમોસ અને ચાટની દુકાનો સહિત ત્રણ આઉટલેટને નુકસાન!

by

Thenewsdk

Updated: 30-10-2026, 12.20 PM

Follow us:

અમદાવાદના રાજપથ રંગોલી ક્લબ રોડ પર આવેલા અર્બન ચોક ફૂડ બજારમાં આગ લાગવાની ઘટના બની હતી. રાત્રે આશરે 8 વાગ્યાની આસપાસ ચાટના એક ફૂડ સ્ટોલમાં લાગેલી આગે જોતજોતામાં બાજુના મોમોસ સહિતના અન્ય આઉટલેટ્સને પણ લપેટમાં લીધા હતા. આગની જાણ થતાં બોપલ ફાયર સ્ટેશનની ત્રણથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

 

ચાટના સ્ટોલમાં આગ લાગ્યા બાદ અન્ય આઉટલેટ સુધી પ્રસરી
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજપથ રંગોલી ક્લબ રોડ પર આવેલા અર્બન ચોક ફૂડ બજારમાં ચાટના એક સ્ટોલમાં આગ લાગી હતી. શરૂઆતમાં એક આઉટલેટમાં લાગેલી આગ થોડી જ વારમાં આસપાસના સ્ટોલ સુધી ફેલાઈ હતી. મોમોસ સહિત કુલ ત્રણ આઉટલેટ આગની ઝપેટમાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં બોપલ ફાયર સ્ટેશનની ત્રણ જેટલી ગાડીઓ અને ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજા સહિતની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

અર્બન ચોકના ત્રણ આઉટલેટ આગની ચપેટમાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પોલીસની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ લાગતાં ફૂડ બજારમાં હાજર લોકોમાં અફરાતફરી મચી હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

અર્બન ચોકમાં આગ લાગતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.બોપલ ફાયર સ્ટેશનની ત્રણથી વધુ ગાડી અને પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

કરવા ચોથના કારણે ફૂડ બજારમાં મોટી ભીડ હતી
અર્બન ચોક ફૂડ બજારમાં લગભગ 50થી વધુ ફૂડ સ્ટોલ આવેલા છે. કરવા ચોથના વ્રતને કારણે તે દિવસે અહીં મોટી સંખ્યામાં લોકો ખાણીપીણી માટે ઉમટ્યા હતા. આવી ભીડ વચ્ચે આગ લાગતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. રાહતની વાત એ છે કે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤