GSEB marksheet update : ગુજરાત બોર્ડ દ્વારા દર વર્ષે અંદાજે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે છે. તેમ છતાં, છેલ્લા ઘણા વર્ષોથી માર્કશીટના ફોર્મેટમાં કોઈ ખાસ સુધારો કરવામાં આવ્યો નથી. આ મુદ્દે અનેક વખત પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે કે જ્યારે અન્ય રાજ્યો અને બોર્ડ્સ ડિજિટલ સુવિધાઓ અપનાવી રહ્યા છે, ત્યારે ગુજરાત બોર્ડ હજુ પણ જૂના ફોર્મેટ પર નિર્ભર છે.
અન્ય બોર્ડ્સ જેમ કે સીબીએસઈ, મહારાષ્ટ્ર અને કર્ણાટક બોર્ડ પહેલેથી જ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક બોર્ડ્સ દ્વારા ડિજિટલ સિગ્નેચર, ક્યુઆર કોડ અને ડિજિલોકર સાથે સંકળાયેલી માર્કશીટ આપવામાં આવે છે,
જેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ સરળતાથી ઍક્સેસ મળી રહે છે. કર્ણાટક બોર્ડ તો બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ટેમ્પર-પ્રૂફ માર્કશીટ પણ પ્રદાન કરે છે.
નવી વ્યવસ્થા મુજબ 2027ની બોર્ડ પરીક્ષાથી વિદ્યાર્થીઓને બારકોડ તથા ક્યુઆર કોડ સાથેની માર્કશીટ આપવામાં આવશે. આ માર્કશીટમાં નીચેની બાજુએ વિશેષ બારકોડ મૂકવામાં આવશે,
જેને સ્કેન કરીને વિદ્યાર્થી પોતાની માર્કશીટની ડિજિટલ નકલ સરળતાથી મેળવી શકશે. આ સાથે જ, વિવિધ સંસ્થાઓ અથવા નોકરી માટે અરજી કરતી વખતે માર્કશીટની ચકાસવી વધુ સરળ બની જશે.




Leave a Comment