લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Jamnagarમાં જીવલેણ હુમલો: પૂર્વ કોર્પોરેટરના ભત્રીજા પર ફાયરિંગ અને તલવારોથી હુમલો

by

Thenewsdk

Updated: 23-03-2026, 07.56 PM

Follow us:

Jamnagar : જામનગર-ખંભાળિયા હાઈવે પર ગઈકાલે મોડી રાત્રે ફિલ્મી સ્ટાઈલમાં ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂર્વ કોર્પોરેટર અસલમ કરીમ ખિલજીના ભત્રીજા શાહનવાઝ અને તેના મિત્રો પર 9 શખ્સોની ટોળકીએ હથિયારો સાથે હુમલો કરી પંથકમાં સનસનાટી મચાવી દીધી છે.

3e9d2f8a 22db 46a1 ba06 0b56b7371caa 1774251353241

આ હુમલામાં રિવોલ્વરથી ફાયરિંગ કરવા ઉપરાંત તલવારો અને પાઇપ વડે જીવલેણ પ્રહાર કરવામાં આવ્યા હતા. સિક્કા પોલીસ સ્ટેશનમાં આ મામલે પૂર્વ વિપક્ષી નેતા સહિત 9 શખ્સો સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

થાર અને બલેનોમાં પીછો કરી સર્જાયો અકસ્માત

ઘટનાની વિગત મુજબ, ફરિયાદી અસલમ કરીમ ખિલજીનો ભત્રીજો શાહનવાઝ પોતાના મિત્રો રઉફ અને અસલમ સાથે મહિન્દ્રા થાર ગાડીમાં જઈ રહ્યો હતો. રાત્રિના અંદાજે 11 વાગ્યાના સુમારે વસઈ ગામ નજીક સ્વાન સ્વીટ ફેક્ટરી પાસે પહોંચતા જ આરોપીઓએ પોતાની થાર અને બલેનો કારમાં તેમનો પીછો શરૂ કર્યો હતો. આરોપીઓએ શાહનવાઝની કારને પાછળથી જોરદાર ટક્કર મારી તેને રોડ પરથી નીચે ઉતારી દીધી હતી. અકસ્માત સર્જી ગાડી ઉભી રખાવ્યા બાદ આરોપીઓએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો.

images 3

‘અન્ના અને મુખ્તારના કહેવા પર આવ્યા છીએ’ કહી કર્યું ફાયરિંગ

હુમલાખોરો પાસે રિવોલ્વર, પિસ્તોલ, તલવાર અને લોખંડના પાઇપ જેવા મારક હથિયારો હતા. શાહનવાઝ જ્યારે જીવ બચાવવા ભાગ્યો ત્યારે આરોપીઓએ તેની પાછળ 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલા દરમિયાન આરોપીઓ બરાડા પાડી રહ્યા હતા કે, “અમે અન્ના અને મુખ્તારના કહેવા પર આવ્યા છીએ અને આજે તને જાનથી મારી નાખવાનો છે.” આ હુમલામાં શાહનવાઝને હાથ, પગ અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે તેના મિત્રો પણ લોહીલુહાણ થયા છે. હાલ ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤