NATIONAL

યુપીમાં નમાજનો સમય બદલાયો, મસ્જિદો ઢાંકી દેવાઈ

ઉત્તર પ્રદેશમાં પોલીસ વહીવટીતંત્ર ઉજવણીમાં વિક્ષેપ ન પડે તે માટે સતર્ક છે. રાજ્યના 10 જિલ્લાઓમાં શુક્રવારની નમાજનો સમય બદલવામાં આવ્યો છે. રંગોથી બચાવવા માટે મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવામાં આવી છે. શાહજહાંપુરમાં સૌથી વધુ 67 મસ્જિદોને તાડપત્રી અને ફોઇલથી ઢાંકવામાં આવી છે. લાત સાહેબની શોભાયાત્રા માટે પોલીસ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી રહી છે.સંભલનું વાતાવરણ પહેલેથી જ સંવેદનશીલ છે.

જામા મસ્જિદની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરની 10 મસ્જિદોને પણ આવરી લેવામાં આવી છે. પોલીસ ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે. દરેકને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી રહી છે. જામા મસ્જિદના મૌલાના આફતાબે નમાજનો સમય બપોરે 2 વાગ્યા સુધી લંબાવ્યો છે.

સંભલના જઙ કેકે બિશ્નોઈએ જણાવ્યું કે 1 હજાર લોકોને અટકમાં લેવાયા છે. જ્યાંથી હોળીની શોભાયાત્રા શરૂૂ થશે ત્યાં પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે. કુલ 49 અતિ સંવેદનશીલ સ્થળો ઓળખવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની બળજબરી સહન કરવામાં આવશે નહીં.

જો કોઈ વ્યક્તિ બળજબરીથી કોઈને ગુલાલ લગાવે છે અથવા કોઈની સાથે ગેરવર્તન કરે છે તો તેણે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ. અજઙ શ્રીશચંદ્રએ જણાવ્યું કે ધાર્મિક સ્થળોના ટ્રસ્ટીઓની એક બેઠક યોજાઈ હતી. જુલુસના માર્ગ પર 10 મસ્જિદો આવતી હોય છે. તેમના મુતવલ્લીઓ અને સંચાલકો સંમત થયા છે કે આ મસ્જિદોને આવરી લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button