SPORTS
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ પર સંકટ, નિકોલસ પૂરન પછી અન્ય ખેલાડીઓ પણ નિવૃત્તિ લઈ શકે છે

એક સમયે ક્રિકેટ ઇતિહાસની સૌથી મજબૂત ટીમ રહેલી વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ ફરી એકવાર ઉથલપાથલનો સામનો કરી રહી છે. ટીમના સ્ટાર બેટ્સમેન અને વિકેટકીપર નિકોલસ પૂરને માત્ર 29 વર્ષની ઉંમરે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. પૂરને T20 વર્લ્ડ કપ 2026 ના માત્ર 8 મહિના પહેલા આ નિર્ણય લીધો છે, જેનાથી ચાહકો અને ટીમ ચોંકી ગઈ છે. આ બધા વચ્ચે, ટીમના મુખ્ય કોચ ડેરેન સેમી તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. જેણે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના ભાવિ પડકારોને ઉજાગર કર્યા છે.