SPORTS

PBKS vs KKR Highlights:પંજાબ કિંગ્સે IPL ઇતિહાસમાં સૌથી ઓછા સ્કોરનો બચાવ કર્યો, KKR ને 16 રનથી હરાવ્યું

IPL 2025 ની 31મી મેચ પંજાબ કિંગ્સ અને KKR વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં, પંજાબે મુલ્લાનપુર મેદાન પર KKR સામે 16 રનથી સનસનાટીભર્યો વિજય મેળવ્યો. આ સાથે પંજાબ કિંગ્સે 111 રનનો બચાવ કરીને ઇતિહાસ રચ્યો. પીબીકેએસ આઈપીએલમાં સૌથી ઓછા સ્કોરનો બચાવ કરનારી ટીમ બની ગઈ છે.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત શાનદાર રહી. ઓપનર પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે 20 બોલમાં 39 રન ઉમેર્યા. ચોથી ઓવરના બીજા બોલ પર હર્ષિત રાણાએ આ ભાગીદારી તોડી. તેણે પ્રિયાંશ આર્યને રમનદીપ સિંહના હાથે કેચ કરાવ્યો. આ દરમિયાન પ્રિયાંશ આર્યએ ૧૨ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૨૨ રન બનાવ્યા. એ જ ઓવરમાં, ચોથા બોલ પર, રાણાએ કેપ્ટન શ્રેયસ ઐયરને પેવેલિયન મોકલીને પંજાબને બીજો ઝટકો આપ્યો. આ સમય દરમિયાન, ઐયર પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહીં.

આ પછી, પંજાબનો ખરાબ સમય શરૂ થયો અને એક પછી એક વિકેટો પડવા લાગી. પાંચમી ઓવરમાં જોશ ઇંગ્લિસ (2) વરુણ ચક્રવર્તીના બોલ પર LBW આઉટ થયો. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં, રાણાએ પ્રભસિમરન સિંહને પોતાની જાળમાં ફસાવી દીધો. તેણે ૧૫ બોલનો સામનો કર્યો અને ૩૦ રન બનાવ્યા. આ પછી, નેહલ વાઢેરાએ 10, ગ્લેન મેક્સવેલે 7, સૂર્યાંશ શેડગે 4, માર્કો જેનસેને 1, શશાંક સિંહે 4 અને ઝેવિયર બાર્ટલેટે 11 રન બનાવ્યા. અર્શદીપ સિંહ 1 રન બનાવીને અણનમ રહ્યો. KKR તરફથી હર્ષિત રામાએ 3 વિકેટ, વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણે 2-2 વિકેટ અને વૈભવ અરોરા અને એનરિક નોર્ટજેએ 1-1 વિકેટ લીધી.

KKR ૧૧૧ રનનો પીછો કરવા મેદાનમાં ઉતર્યું ત્યારે તેમને પહેલી જ ઓવરમાં જ ઝટકો લાગ્યો. સુનીલ નારાયણને માર્કો જેન્સેન દ્વારા બોલ્ડ કરવામાં આવ્યો. આ દરમિયાન નરેને 4 બોલમાં માત્ર 5 રન બનાવ્યા. બીજી જ ઓવરમાં ઝેવિયર બાર્ટલેટે ક્વિન્ટન ડી કોકને પેવેલિયન મોકલી દીધો. ડી કોકે 4 બોલમાં ફક્ત 2 રન બનાવ્યા. પંજાબની જેમ, KKRના બેટ્સમેન પણ નિષ્ફળ ગયા.

કેપ્ટન અજિંક્ય રહાણે અને અંગક્રિશ રઘુવંશીએ 55 રન ઉમેર્યા હતા. ચહલે રહાણેને એલબીડબ્લ્યુ આઉટ કરીને આ ભાગીદારી તોડી. રહાણેએ 17 બોલમાં 17 રન બનાવ્યા. અંગક્રિશ રઘુવંશીએ 10મી ઓવરમાં ચહલને તેની વિકેટ અપાવી હતી. તેના બેટમાંથી ૩૭ રન આવ્યા. આ પછી, વેંકટેશ ઐયરે 7, રિંકુ સિંહે 2, રમણદીપ સિંહે 0, હર્ષિત રાણાએ 3 રન બનાવ્યા. પંજાબ તરફથી યુઝવેન્દ્ર ચહલે 4 વિકેટ, માર્કો જેન્સને 3 વિકેટ અને ગ્લેમ મેક્સવેલે 1 વિકેટ લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button