૧૮ વર્ષની લાંબી રાહ પછી, RCB એ IPL ટાઇટલ જીત્યું, પહેલી વાર ટ્રોફી પોતાના નામે કરી

૧૮ વર્ષની લાંબી રાહ જોયા બાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આખરે ‘ઈ સાલા કપ નામદે’નું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. IPL ૨૦૨૫ ની ફાઇનલ મેચમાં, RCB એ પંજાબ કિંગ્સને ૬ રનથી હરાવીને પહેલીવાર IPL ટ્રોફી જીતી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ રોમાંચક મેચમાં, RCB એ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી અને ૧૯૧ રનનો લક્ષ્યાંક આપ્યો, ત્યારબાદ પંજાબ કિંગ્સ સાત વિકેટે માત્ર ૧૮૪ રન જ બનાવી શક્યું.
પંજાબ કિંગ્સને ૧૯૧ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. આ મોટા લક્ષ્યનો પીછો કરવા માટે, પંજાબે ઓપનિંગમાં ૨ અનકેપ્ડ ખેલાડીઓને મેદાનમાં ઉતાર્યા. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે પોતાની ટીમને ઝડપી શરૂઆત આપી પરંતુ પ્રિયાંશ ૨૪ રન બનાવીને આઉટ થઈ ગયો. ફિલ સોલ્ટે એક શાનદાર કેચ પકડીને પ્રિયાંશને પેવેલિયન મોકલી દીધો. બધું બરાબર ચાલી રહ્યું હતું અને પંજાબનો સ્કોર એક વિકેટના નુકસાને ૭૨ રન હતો, પરંતુ આગામી ૨૬ રનમાં, પંજાબે ૩ મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી.
આ મહત્વપૂર્ણ મેચમાં, કેપ્ટન શ્રેયસ ઐયર પણ ફક્ત 1 રન બનાવી શક્યો. ટૂંક સમયમાં જ પંજાબે 98 ના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી. નેહલ વાઢેરા અને શશાંક સિંહે ધીમે ધીમે ઇનિંગને આગળ ધપાવી અને સાથે મળીને 38 રન ઉમેર્યા, જેના કારણે પંજાબે ફક્ત 9 વિકેટની અંદર 3 વિકેટ ગુમાવી દીધી.