રવિન્દ્ર જાડેજાએ લીધી નિવૃતિ! ઋષભ પંતે કહ્યું- હેપ્પી રિટાયરમેન્ટ

હાલમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં તેઓ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે હાજર છે. આ શ્રેણીની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયા પરાજિત રહીને હાલમાં 0-1થી પાછળ છે. બીજી ટેસ્ટ મેચ 2 જુલાઈથી એજબેસ્ટનના મેદાન પર રમાવાની છે. આ દરમ્યાન 29 જૂનના રોજ ભારતની T20 વર્લ્ડ કપ 2024 વિજયની વર્ષગાંઠ પણ હતી, જેને લઈને ખેલાડીઓએ વિશેષ ઉજવણી કરી.
“હેપ્પી રિટાયરમેન્ટ” કહી દીધું
આ સેલિબ્રેશન દરમિયાન એક મજેદાર ક્ષણ જોવા મળી હતી, જ્યારે વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથે મજાક કરતા તેને “હેપ્પી રિટાયરમેન્ટ” કહી દીધું. આ સાંભળીને જાડેજાએ તરત જવાબ આપ્યો કે, “હાલ તો મેં ફક્ત એક જ ફોર્મેટમાંથી નિવૃતિ લીધી છે.” તેનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર તમામ લોકો ખુશખુશાલ થઇ ગયા અને હસવા લાગ્યા. આ મોજમસ્તીનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ
T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતીય ટીમના ત્રણ મુખ્ય ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી. તાજેતરમાં રોહિત અને કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે, જ્યારે રવિન્દ્ર જાડેજા હજુ પણ ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો છે.