SPORTS

RR vs MI હાઇલાઇટ્સ: મુંબઈ ઇન્ડિયન્સ 13 વર્ષ પછી જયપુરમાં જીત્યું, રાજસ્થાન રોયલ્સ પ્લેઓફ રેસમાંથી બહાર

૧૩ વર્ષ પછી, મુંબઈ ઈન્ડિયન્સને જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં શાનદાર જીત મળી. IPL 2025 ની 50મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 100 રનથી હરાવીને શાનદાર જીત નોંધાવી. આ હાર બાદ રાજસ્થાન રોયલ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ.

પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા, જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સ ટીમ 16.1 ઓવરમાં માત્ર 117 રન જ બનાવી શકી. 2012 પછી જયપુરમાં MI એ પહેલી જીત નોંધાવી છે. આ જીત બાદ, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાત જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે.

૨૧૮ રનનો પીછો કરતી વખતે રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રોયલ્સના બેટ્સમેન સંપૂર્ણપણે નિષ્ફળ ગયા હોય તેવું લાગતું હતું. ટીમે પહેલી ઓવરમાં જ વૈભવ સૂર્યવંશીની વિકેટ ગુમાવી દીધી. દીપક ચહરે વૈભવને પેવેલિયન મોકલ્યો હતો. બીજી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટે યશસ્વી જયસ્વાલ (૧૩) ને આઉટ કર્યો. નીતિશ રાણા ૧૧ બોલમાં ૯ રન બનાવીને આઉટ થયા હતા. કેપ્ટન રિયાન પરાગે 8 બોલમાં 16 રન બનાવ્યા અને શિમરોન હેટમાયર ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો. શુભમ દુબે 9 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. ધ્રુવ જુરેલ ૧૧ બોલમાં ફક્ત ૧૧ રન બનાવી શક્યો. મહિષ તીકશાના 9 બોલમાં ફક્ત 2 રન બનાવી શક્યા. જોફ્રા આર્ચરે 27 બોલમાં 20 રન બનાવ્યા અને રાજસ્થાન માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા. મુંબઈ તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને કર્ણ શર્માએ 3-3 વિકેટ લીધી હતી જ્યારે જસપ્રીત બુમરાહે 2 વિકેટ લીધી હતી.

પ્રથમ બેટિંગ કરતી વખતે, મુંબઈની શરૂઆત મજબૂત રહી હતી. પાવરપ્લેમાં, ટીમે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 58 રન બનાવ્યા. રિકેલ્ટને 29 બોલમાં અડધી સદી ફટકારી. તો રોહિત શર્માએ 31 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. રિકેલ્ટન 38 બોલમાં 61 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત અને રિકી પોન્ટિંગ વચ્ચે પહેલી વિકેટ માટે ૧૧૬ રનની ભાગીદારી થઈ. રોહિત શર્માએ 36 બોલમાં 53 રનનું યોગદાન આપ્યું. સૂર્યકુમાર યાદવે 23 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 48 રન બનાવ્યા. તો કેપ્ટન હાર્દિક પંડ્યાએ 23 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 48 રનની અણનમ ઇનિંગ રમી. રોયલ્સ તરફથી મહેશ થીક્ષાના અને રિયાન પરાગે એક-એક વિકેટ લીધી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button