HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

IND vs SA Day 4 : ભારત મુશ્કેલીમાં 549 રનના પીછો દરમ્યાન બે વિકેટ ઝડપથી પડી, હવે ચમત્કારની જરૂર

Avatar photo
Updated: 25-11-2025, 01.39 PM

Follow us:

India vs South Africa : ગુવાહાટીમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે દક્ષિણ આફ્રિકાએ પોતાની મજબૂત સ્થિતિ બનાવી લીધી છે. દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિંગ 260/5 પર ડિકલેર કરી અને ટીમ ઈન્ડિયાને જીત માટે 549 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો.

ટાર્ગેટનો પીછો કરતી ભારતીય ટીમે દિવસના અંત સુધીમાં બે મુખ્ય વિકેટ ગુમાવી દીધી. યશસ્વી જયસ્વાલ અને KL રાહુલ ઝડપથી આઉટ થતા ભારત મુશ્કેલીમાં મુકાયું છે. દિવસના અંતે સાઈ સુદર્શન 2 અને કુલદીપ યાદવ 4 રને ક્રિઝ પર હતા. ભારતને હજુ જીત માટે 522 રનની જરૂર છે.

આ ટાર્ગેટ ભારતીય ટેસ્ટ ઇતિહાસ માટે સૌથી મુશ્કેલ ચેઝમાંનો એક છે. અત્યાર સુધી ભારતે ક્યારેય ઘરઆંગણે 400થી વધુ રનનો ટાર્ગેટ સફળતા પૂર્વક ચેઝ કર્યો નથી. ભારતનો સૌથી મોટો સફળ ચેઝ 1976માં વેસ્ટ ઈન્ડિઝ સામે 403 રનનો રહ્યો છે.

દક્ષિણ આફ્રિકા તરફથી ટ્રિસ્ટન સ્ટબ્સે 180 બોલમાં 94 રનની શાનદાર ઇનિંગ રમી, જ્યારે ટોની ડી જ્યોર્જીએ 49 રનનો મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. રાયન રિકેલ્ટન અને વિઆન મુલ્ડર પણ 35–35 રને અણનમ રહ્યા.

ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ ચાર વિકેટ લીધી હતી. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 201 રન પર ઓલઆઉટ થઈ હતી, જ્યારે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 489 રન બનાવી અને 288 રનની વિશાળ લીડ મેળવી હતી.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.