લોડ થઈ રહ્યું છે...
--:--:--

સ્પોર્ટ્સ

Hardik Pandya : પંડ્યાના કમબેક પહેલાં કપિલ દેવની બેટૂક સલાહ! કહ્યું- સતત રમવું જ ફિટનેસની ચાવી

by

Thenewsdk

Updated: 08-10-2026, 03.26 PM

Follow us:

ઈન્ડિયામાં કમબેક કરવાની તેમની યોજના હતી, પરંતુ ફિટનેસના કારણોસર તેમનું કમબેક સતત પાછળ ઠેલાઈ રહ્યું છે. હવે 22 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી ન્યુઝીલેન્ડ સામેની આગામી ટી-20 સીરીઝમાંથી પણ તેઓ બહાર થઈ ગયા છે. હાર્દિકની આવી પરિસ્થિતિ વચ્ચે ભારતને 1983માં વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવે તેમની ફિટનેસ અને સતત ક્રિકેટ રમવા અંગે અત્યંત કડક અને સ્પષ્ટ સલાહ આપી છે.

‘વધારે ક્રિકેટ રમો, શરીર આપોઆપ ઢળી જશે’
જ્યારે કપિલ દેવને પૂછવામાં આવ્યું કે, હાર્દિક પંડ્યાને સતત ફિટ રહેવા માટે શું કરવું જોઈએ ત્યારે તેમણે ટૂંકો અને સીધો જવાબ આપતા કહ્યું હતું કે, “વધારે ક્રિકેટ રમો.” તેમણે ઉમેર્યું કે, “જ્યારે તમે વધારે મેચો રમો છો ત્યારે તમારું શરીર રમતના વર્કલોડ મુજબ આપોઆપ ઢળી જાય છે

પરંતુ, જો તમે ઓછું ક્રિકેટ રમો છો અને અચાનક ઈન્ટરનેશનલ મેચોમાં વધારે બોલિંગ કે બેટિંગ કરવા લાગો છો તો સ્નાયુઓ પર દબાણ આવે છે અને ઈજા થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. જો તમારા મસલ્સ મેચ-રેડી હશે તો ઈજાનું જોખમ આપોઆપ ઘટી જશે.”

ન્યુઝીલેન્ડ સામેની ટી-20 સીરીઝમાંથી પણ હાર્દિક પંડ્યાની બાદબાકી
હાર્દિક પંડ્યાની વર્તમાન સ્થિતિ કપિલ દેવના આ વિધાનને સાચુ સાબિત કરે છે. હાર્દિકનો ‘રિટર્ન-ટુ-પ્લે’ પ્રોટોકોલ 20 સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ, તેઓ સંપૂર્ણ ફિટનેસ પ્રાપ્ત કરી શક્યા નહોતા.

હવે 22 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચોની ટી-20 સીરીઝમાં પણ તેઓ ઉપલબ્ધ રહેશે નહીં. BCCIની મેડિકલ ટીમ મુજબ હાર્દિકની બોલિંગ ફિટનેસ હજુ આંતરરાષ્ટ્રીય સ્તરના વર્કલોડને સહન કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ નથી.

પ્રસિદ્ધ કૃષ્ણા અને હર્ષિત રાણાની ઈજાથી BCCIની ચિંતા વધી
ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે માત્ર હાર્દિક પંડ્યા જ નહીં પરંતુ ઝડપી બોલરોની ઈજા પણ મોટો માથાનો દુખાવો બની ગઈ છે. ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા ઈજાના કારણે ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા માટે બહાર થઈ ગયા છે,

જેથી ન્યુઝીલેન્ડ સામેની વન-ડે સીરીઝમાં તેમનું રમવું અશક્ય જણાય છે. આ ઉપરાંત ઉભરતા ફાસ્ટ બોલર હર્ષિત રાણા પણ સંપૂર્ણ ફિટ નથી. એશિયન ગેમ્સ અને અગાઉની શ્રેણીઓ ગુમાવ્યા બાદ બેંગલુરુ સ્થિત BCCIના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ખાતે રીહેબિલિટેશન દરમિયાન તેમની જાંઘના સ્નાયુઓમાં ફરીથી દબાણ અને દુખાવો ઉપડ્યો છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤