Google Maps AI Caption Feature : ટેક જાયન્ટ Google તેની લોકપ્રિય સર્વિસ Google Mapsમાં સતત નવા ફીચર્સ ઉમેરતી રહી છે. હવે કંપનીએ એક નવું AI આધારિત ફીચર રજૂ કર્યું છે, જેમાં યુઝર્સ દ્વારા અપલોડ કરાયેલા ફોટા અને વીડિયોઝ માટે આપમેળે કેપ્શન જનરેટ થશે.
Gemini AI કરશે કેપ્શન જનરેટ
આ નવું ફીચર Gemini મોડલ પર આધારિત છે. જ્યારે કોઈ યુઝર કોઈ સ્થળનો અનુભવ શેર કરવા માટે ફોટો અથવા વીડિયો અપલોડ કરે છે, ત્યારે Gemini તે ઇમેજનું વિશ્લેષણ કરીને યોગ્ય કેપ્શન સૂચવે છે. યુઝર્સ આ કેપ્શનને પોસ્ટ કરતા પહેલા એડિટ કરી શકે છે અથવા જરૂર મુજબ હટાવી પણ શકે છે.

ફોટા-વિડિઓ શેર કરવું બનશે સરળ
આ ફીચરથી: કન્ટેન્ટ પોસ્ટ કરવું ઝડપી બનશે યુઝર્સને અલગથી કેપ્શન લખવાની જરૂર નહીં પડે અન્ય લોકોને સ્થળ વિશે વધુ સારી માહિતી મળશે હાલ ક્યાં ઉપલબ્ધ છે?
હાલમાં આ ફીચર: માત્ર iOS યુઝર્સ માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે, પરંતુ Googleએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં આ ફીચર વિશ્વભરમાં અને Android યુઝર્સ માટે પણ લોન્ચ થશે.
‘Contribute’ ટેબમાં પણ મોટા ફેરફાર
Google Mapsમાં ‘Contribute’ ટેબને પણ અપડેટ કરવામાં આવ્યો છે: મોબાઇલમાં રહેલા લેટેસ્ટ ફોટા અને વીડિયોઝ સીધા દેખાશે ઝડપી અપલોડ કરવાની સુવિધા મળશે મીડિયા ઍક્સેસ પરમિશન જરૂરી રહેશે
Local Guides માટે નવા ફીચર્સ
Googleના Local Guides પ્રોગ્રામમાં પણ મહત્વપૂર્ણ અપડેટ આવ્યા છે: 500 મિલિયનથી વધુ યુઝર્સના યોગદાન પર આધારિત સિસ્ટમ યૂઝર્સ હવે પોતાના પોઈન્ટ્સ જોઈ શકશે નવા બેજિસ: “Expert Fact-Finder”, “Master Photographer” વગેરે
હાઇ-લેવલ યૂઝર્સ માટે ગોલ્ડ પ્રોફાઇલ હાઇલાઇટ
માત્ર નેવિગેશન નહીં, હવે સ્માર્ટ પ્લેટફોર્મ
આ નવા અપડેટ્સ દર્શાવે છે કે Google Maps હવે માત્ર રસ્તો બતાવતી એપ નહીં રહી, પરંતુ એક સ્માર્ટ અને કોમ્યુનિટી આધારિત પ્લેટફોર્મ તરીકે વિકસી રહી છે. આગામી સમયમાં આવા વધુ AI ફીચર્સ યુઝર્સનો અનુભવ વધુ સુધારશે.




Leave a Comment