સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં આગ, કરોડોનો માલ બળીને ખાખ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં એક મગફળીના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે. આગ લાગવાન કારણે કરોડો રૂપિયાની મગફળી બળીને ખાખ થઇ ગઇ છે. પ્રાથમિક માહિતી મુજબ મગફળીની ટેકાના ભાવે ખરીદી કર્યા બાદ એફસીઆઈ ગોડાઉનમાં રાખવામાં આવી હતી. આગ લાદવાના કારણે 50000 કિલો મગફળી બળીને ખાખ થઇ ગઇ હોવાનો પ્રાથમિક અંદાજ છે. આગ લાગતા થાનગઢ અને ચોટીલાની ફાયરબ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી રહ્યા છે.
બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) અને ISI મોડ્યૂલના સક્રિય આતંકવાદી પંજાબના અમૃતસર નિવાસી લાજર સમીહને આજે સવારે ઉત્તર પ્રદેશ STF અને પંજાબ પોલીસે સંયુક્ત અભિયાનમાં પકડી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ પકડાયેલો આતંકવાદી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના જર્મન આધારિત મોડ્યૂલના પ્રમુખ સ્વર્ણ સિંહ ઉર્ફ જીવન ફૌજી માટે કામ કરે છે અને પાકિસ્તાન સ્થિત આઇએસઆઇ જૂથ સાથે સીધા સંપર્કમાં છે. 3 જીવતા હેન્ડ ગ્રેનેડ, 2 ડેટોનેટર, 13 કારતૂસ અને 1 વિદેશી પિસ્તોલ સહિત ઘણા હથિયાર અને વિસ્ફોટક સામગ્રીનો જથ્થો મળ્યો છે.