જમ્મુ કાશ્મીરમાં 26 નિર્દોષ લોકોનો જીવ લેનારા ડરપોક આતંકવાદીઓ, તપાસ એજન્સી એ જાહેર કર્યા 3 આતંકીના સ્કેચ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારના રોજ પર્યટકો પર મોટો આતંકી હુમલો થયો હતો. આતંકી હુમલામાં 26 લોકોના જીવ ગયા છે. આ હુમલાની વૈશ્વિક સ્તરે ખૂબ નિંદા કરવામાં આવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી સાઉદી અરબની મુલાકાત વચ્ચે જ છોડી, દિલ્હી પાછા ફર્યા છે અને એરપોર્ટ પરજ વિદેશ મંત્રી એનએસએ અને વિદેશ સચિવ સાથે મુલાકાત કરી હતી.
એવામાં પહેલગામના આતંકી હુમલાની તપાસ ચાલી રહી છે. સુરક્ષા એજન્સીઓએ આ સમગ્ર ઘટના નજરે જોનારા લોકોની પૂછપરછ કર્યા બાદ ત્રણ આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે.
આતંકી હુમલાની જગ્યાએ અમિત શાહ પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પહેલગામમાં જે જગ્યા પર આતંકી હુમલો થયો હતો ત્યાં પહોંચી ગયા છે. હવે તે જગ્યાનું અવલોકન કરી રહ્યા છે.
પહેલગામમાં હુમલો થયા બાદ દિલ્હીમાં આજે સાંજે છ વાગ્યે સીસીએસની બેઠક બોલાવવામાં આવી છે. ગૃહ મંત્રી અમિત શાહના પાછા ફર્યા બાદ છ વાગે સુરક્ષા મામલાની સમિતિની બેઠક થશે. અમિત શાહ સીસીએસને પણ બધી જાણકારી આપશે. આ બેઠકમાં ગૃહ મંત્રી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી જયશંકર, એન એસ સે ચીફ અજીત ડોભાલ અને PMO પ્રિન્સિપલ સેક્રેટરી હાજર રહેશે. જોકે સીસીએસની સભ્ય નાણામંત્રી નિર્મલા સીતારમન રાતે લગભગ 10:00 વાગ્યે દિલ્હી પહોંચશે.