NATIONAL

આયુષ્માન યોજના નીચેના 643 કરોડના દાવા ફગાવાયા, 1,114 હોસ્પિટલો પેનલમાંથી દૂર

સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે આયુષ્માન ભારત યોજના વિશે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે માહિતી આપી કે આયુષ્માન ભારત યોજનામાં થયેલા કૌભાંડો અને અનિયમિતતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યુ કે છેતરપીંડી આચરીને યોજનાની રકમ ઉપાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા,

જે સમયસર નિષ્ફળ ગયા. લાખો બોગસ દાવાઓને નકારી કાઢીને 643 કરોડ રૂૂપિયા બચાવ્યા. આ ઉપરાંત, કુલ 3000 થી વધુ હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સેંકડો હોસ્પિટલોને પેનલમાંથી દૂર કરવામાં આવી છે, જ્યારે સેંકડો અન્ય હોસ્પિટલોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.

મહત્વનું છે કે આયુષ્માન ભારત યોજના હેઠળ, કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવા માટે ત્રણ-સ્તરીય પદ્ધતિ બનાવવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારની છેતરપિંડી સમયસર રોકી શકાય.

રાજ્યસભામાં કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે આયુષ્માન ભારત વિશે મહત્વપૂર્ણ માહિતી આપી. તેમણે કહ્યું કે આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજના હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 643 કરોડ રૂૂપિયાના 3.56 લાખ દાવાઓને ફગાવી દેવાયા છે, અને 1,114 હોસ્પિટલોને પેનલમાંથી દૂર કરવામાં આવી છે. એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે 1,504 દોષિત હોસ્પિટલો પર 122 કરોડ રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને 549 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button