SPORTS
વરસાદથી પ્રભાવિત મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સને ત્રણ વિકેટે હરાવ્યું

મંગળવારે અહીં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ ટી20 મેચમાં ગુજરાત ટાઇટન્સે ડકવર્થ લુઇસ પદ્ધતિ હેઠળ મુંબઈ ઇન્ડિયન્સને ત્રણ વિકેટે હરાવ્યું. આ જીત સાથે ટાઇટન્સ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે.
મુંબઈએ પહેલા બેટિંગ કરીને આઠ વિકેટે ૧૫૫ રન બનાવ્યા હતા પરંતુ વરસાદને કારણે ટાઇટન્સને ડકવર્થ લુઇસ પદ્ધતિ મુજબ ૧૯ ઓવરમાં ૧૪૬ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે તેમણે છેલ્લા બોલ પર સાત વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
ટાઇટન્સ તરફથી કેપ્ટન શુભમન ગિલે 43 રન, જોસ બટલરે 30 રન અને શર્ફાન રૂધરફોર્ડે 28 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને અશ્વિની કુમારે બે-બે વિકેટ લીધી.