અમદાવાદના નિકોલમાં યુવકે ટ્રક નીચે સૂઇ જઇ જીવન ટૂંકાવ્યું, સામે આવ્યો કાળજું કંપાવી દેનાર વીડિયો

અમદાવાદના નિકોલ વિસ્તારથી આપઘાતનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. મળેલી માહિતી મુજબ, અમદાવાદના નિકોલમાં હાઇવે પરની એક હોટલ પાસે એક યુવાને ટ્રક નીચે ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, એક યુવક હોટેલ પાસે ઊભા રહેલ ટ્રક પાસે આવે છે અને અચાનક ટ્રકના ટાયર નીચે સૂઈ જઈ જીવન ટૂંકાવી દે છે.
સમગ્ર ઘટનાનો વીડિયો આવ્યો સામે
મેટ્રોસિટી અમદાવાદમાં સરેરાશ દરરોજ એકાદ-બે આપઘાતની ઘટના સામે આવતી હોય છે. જેમાં કોઈને કોઈ કારણસર લોકો જીવન ટૂંકાવી દે તેવા કિસ્સા સામે આવતા હોય છે. જોકે અમદાવાદના નિકોલ વિસ્તારથી જે વીડિયો સામે આવ્યો છે તે ખરેખર ચોંકાવનારો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કમકમાટીભર્યું મોત
અમદાવાદના નિકોલ વિસ્તારમાં પામ હોટલ પાસે એક યુવાને ટ્રક નીચે આવી મોત વ્હાલું કર્યું હતું. અહીં એક યુવકે ટ્રક નીચે આવી આપઘાત કરી લીધો હતો. આ આપઘાતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક રોડ પર પાર્ક કરેલ ટ્રક પાસે આવે છે અને થોડીવાર આમ-તેમ જોયા બાદ અચાનક જ્યારે ટ્રક શરૂ થાય છે ત્યારે ટ્રકના પાછળના ટાયરની આગળ સૂઈ જાય છે. જે બાદમાં આ યુવકનું ગણતરીની સેકન્ડમાં કમકમાટીભર્યું મોત થાય છે.