GUJARAT

આવતીકાલે ગુજરાત સહિત પાંચ સરહદી રાજ્યોમાં મોકડ્રીલ

કેન્દ્ર સરકારે પાંચ સરહદી રાજ્યોમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ (Mocdrill) કરવાનો આદેશ આપ્યો છે. આના પગલે 29મી તારીખના રોજ ગુરુવારે 29મી મેના રોજ સાંજે પાંચથી આઠ કલાક દરમિયાન મોકડ્રીલ યોજાશે. ગુજરાત રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં મોકડ્રીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મોકડ્રીલને લઈને રાજ્ય સરકાર પત્રકાર પરિષદનું પણ સાંજે આયોજન કરી શકે છે.

ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પછી દેશમાં ફરીથી મોકડ્રીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બુધવારે સાંજે બધા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજાવવાની છે. SCOC આ વિડીયો કોન્ફરન્સ યોજાશે. ગુજરાત સરહદી રાજ્ય હોવાથી યુદ્ધ જેવા સંજોગો કે મિની વોર કે કોન્ફ્લિક્ટ જેવી સ્થિતિ આવે ત્યારે તકેદારીના ભાગરૂપે કયા પ્રકારના પગલાં ભરવા તેના માટે સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાકિસ્તાન સાથેના સંઘર્ષ વખતે પણ ગુજરાતમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારની મોકડ્રિલમાં મિસાઇલ કે ડ્રોન ત્રાટકે પછી કયા પ્રકારના પગલા લેવા, આ પ્રકારના હુમલાથી બચવા ક્યાં-ક્યાં છૂપાઈ જવું તેનું મોકડ્રિલ કરવામાં આવે છે. તેની સાથે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ભેગા કઈ રીતે કરવા, આગ જયાં-જ્યાં લાગી હોય તેને કઈ રીતે બૂઝાવવી તે બધાનો આ મોકડ્રિલમાં સમાવેશ કરવામાં આવે છે.

પાકિસ્તાન સાથેના તાજેતરના સંઘર્ષ દરમિયાન પાંચેય રાજ્યો પર પાકિસ્તાને ડ્રોનથી અને મિસાઇલથી હુમલા કર્યા હતા, પરંતુ ભારતની એન્ટી ડ્રોન અને એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમે બધા હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. પાકિસ્તાનનું એકપણ ડ્રોન કે મિસાઇલ ભારતની ધરતી પર પડ્યું ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button