GUJARAT

UPSCનું ફાઈનલ પરિણામ જાહેર: ટોપ-5માં બે ગુજરાતી મહિલાઓએ મારી બાજી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને(UPSC) આજે સિવિલ સર્વિસિઝ એક્ઝામિશન(CSE)ના ફાઇનલ રિઝલ્ટ જાહેર (UPSC CSE Final Result) કર્યા છે. જેમાં દેશભરમાંથી શક્તિ દુબે ટોપર રહી છે. આ પરીક્ષામાં કુલ 1009 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી માત્ર 241 ઉમેદવારો જ ઉત્તીર્ણ થયા છે. બીજા ક્રમે હર્ષિતા ગોયલ આવી છે. UPSCની પરીક્ષામાં ઉત્તીર્ણ ટોપ-30 ઉમેદવારોમાં ત્રણ ગુજરાતી સામેલ છે.

UPSCએ સપ્ટેમ્બર, 2024માં લેખિત પરીક્ષા લીધા બાદ જાન્યુઆરીથી એપ્રિલ, 2025માં ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. પસંદગી પામેલા ઉમેદવારો લાલ બહાદુર શાસ્ત્રી IAS માટે નેશનલ એકેડમી ઑફ એડમિનિસ્ટ્રેશન, IPS માટે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી (SVPNPA), અને અન્ય સંબંધિત સેવાઓ માટે ખાસ એકેડમીમાં તાલીમ લેશે.

યુપીએસસીની આ વખતની પરીક્ષામાં ટોપ-30માં ત્રણ ગુજરાતીએ બાજી મારી છે. તેમાં પણ ટોપ-5માં બે ગુજરાતી મહિલા સામેલ છે. આ યાદીમાં વડોદરાની હર્ષિતા ગોયલ બીજા ક્રમે આવી છે. ચોથા ક્રમે શાહ માર્ગી, જ્યારે 30મા ક્રમે પંચાલ સ્મિત રહ્યો છે. UPSCની પરીક્ષામાં ઉતીર્ણ 241માંથી કુલ 30 ઉમેદવારો ગુજરાતના છે.

UPSCનું ફાઇનલ પરિણામ જાહેર થઈ ગયું છે. તેમાં ટોપ-30માં 3 ગુજરાતીઓ છે. તેમાં પણ ટોપ-5માં બે મહિલાઓએ બાજી મારી છે. ગુજરાતની હર્ષિતા ગોયલ ઓલ ઇન્ડિયા બીજો અને માર્ગી શાહ ચોથા સ્થાને છે. હર્ષિતા ગોયલ મૂળ હરિયાણાની છે અને વર્ષોથી ગુજરાતના વડોદરામાં રહે છે.

યુપીએસસીની પરીક્ષામાં ટોપર રહેનાર શક્તિ દુબેએ 2018થી પરીક્ષાની તૈયારી કરી હતી. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં બાયોકેમિસ્ટ્રીના અભ્યાસ બાદ તેણે યુપીએસસીની તૈયારીઓ શરુ કરી હતી. પરીક્ષાર્થીઓના માર્ક્સ રિઝલ્ટની જાહેરાતના આશરે 15 દિવસ બાદ કરવામાં આવશે. 17 એપ્રિલ, 2025 સુધી યુપીએસસી CSEના ઇન્ટરવ્યૂ ચાલ્યા હતા. ઇન્ટરવ્યૂ રાઉન્ડની શરુઆત 7 જાન્યુઆરી, 2025ના રોજ થઈ હતી. યુપીએસસીએ CSE 2024 હેઠળ IAS, IPS, IFS સહિતની સેવાઓ માટે 1132 પદ માટે ભરતી યોજી હતી.

UPSC 2025ના ટોપ 10 રેન્કર્સ

શક્તિ દુબે

હર્ષિતા ગોયલ

ડોંગરે અર્ચિત

શાહ માર્ગી

આકાશ ગર્ગ

કોમલ પુનિયા

આયુષી બંસલ

રાજ કૃષ્ણા જ્હાં

આદિત્ય વિક્રમ અગ્રવાલ

મયંક ત્રિપાઠી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button