GUJARAT

સુરતમાં 42 વર્ષીય યુવક માટે લક્ઝરી બસ બની યમરાજ: પૂરપાટ ઝડપે જતી બસે યુવાનને કચડી નાખતા મોત

સુરતમાં વરાછા વિસ્તારમાં એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો, આ દરમિયાન ખાનગી બસ ચાલકે તેને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેમજ આ ઘટના સર્જાતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જે બાદ આ અંગે પોલીસને જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બસ ચાલકે એક યુવકને અડફેટે લેતા ઘટનાસ્થળ પર જ મોત

સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ બેફામ બની હોવાની ઘટના બની છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલા રામચોક નજીક 42 પ્રકાશ ઓડ નામના વ્યક્તિ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન પ્રકાશને રોડ ક્રોસ કરતાં સમય પૂરપાટ ઝડપે દોડી રહેલી શ્રીરામ નામની ખાનગી લક્ઝરી બસના ચાલકે વ્યક્તિને અડફેટે લઈને કચડી નાખ્યો હતો.

બસનું ટાયર પ્રકાશની ઉપરથી ફરી વળતા ઘટનાસ્થળે તેનું મોત નીપજ્યું હતું.ખાનગી બસના ચાલક દ્વારા અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગેની જાણ થતા ઉત્રાણ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. આ સાથે લોકોમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ રોષ પણ જોવા મળી રહ્યો હતો. ઉત્રાણ પોલીસ દ્વારા સ્થિતિ કાબુમાં લઈને ટ્રાફિક હળવો કરવાની સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button