GUJARAT

અમદાવાદમાં ઓનલાઈન સટ્ટામાં 19 વર્ષના યુવકનો આપઘાત

ઓઢવમાં રહેતો 19 વર્ષીય સગીર સમર્થ ભોલે સાણંદ સર્કલ પાસે એલ. જે. કોલેજમાં અભ્યાસ કરતો હતો. જેમાં ગત 5 એપ્રિલે રાત્રીના સમયે પિતા સુભાષભાઇએ સમર્થને ફોન કર્યો હતો અને જણાવ્યું કે, તેમના એકાઉન્ટમાંથી ટુકડે-ટુકડે કુલ રૂપિયા 36 હજાર કપાઈ ગયાનો મેસેજ આવ્યો છે. જેથી તું ચેક કર ત્યારે સમર્થે થોડીવારમાં ફોન કરૂં છું કહીને ફોન કાપી નાખ્યો હતો.

બાદમાં અવારનવાર ફોન કરતા ઉપાડયો ન હતો. જેથી તપાસ કરતા તેમનો પુત્ર વી. એસ. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેથી તેઓ સંબંધી સાથે હોસ્પિટલ પહોચ્યાં હતા અને જોયું તો સમર્થ બેભાન હાલતમાં હતો. ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે, તેમનો પુત્ર ઓનલાઇન ગેમિંગમાં રૂપિયા હારી જતા ઠપકાના ડરથી વી. એસ. હોસ્પિટલની બાજુમાં આવેલ મહેતા કોમ્પલેક્ષના પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. જેમાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

આ અંગે એલિસબ્રિજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માત મોતનો ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. તેમજ ગેમ રમતા રમતા જ યુવક કૂદ્યો હતો. જેથી પોલીસે યુવકનો મોબાઈલ કબ્જે કરીને એફએસએલમાં મોકલી આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button