Dhurandhar Box Office: ‘ધુરંધર: ધ રીવેન્જ’ એ તેના ઓપનિંગ વીકએન્ડ એટલે કે પ્રથમ ચાર દિવસમાં જ વિશ્વભરમાંથી કુલ ₹761 કરોડની અધધ કમાણી કરી છે. આ કલેક્શન સાથે રણવીર સિંહની આ ફિલ્મ સૌથી ઝડપી કમાણી કરનારી ભારતીય ફિલ્મોની યાદીમાં મોખરે પહોંચી ગઈ છે. ફિલ્મે પેઇડ પ્રીવ્યૂથી લઈને રવિવાર સુધી દરરોજ નવા રેકોર્ડ બનાવ્યા છે, જેમાં સૌથી મોટો ઓપનિંગ ડે, સૌથી મોટો શનિવાર અને રવિવારના રેકોર્ડનો સમાવેશ થાય છે.
ભારતીય બોક્સ ઓફિસ પર કમાણીનો આંકડાકીય અહેવાલ
ભારતમાં ‘ધુરંધર 2‘ એ અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. ફિલ્મના દિવસ મુજબના આંકડા નીચે મુજબ છે:
પહેલો દિવસ (પેઇડ પ્રીવ્યૂ સાથે): ભારતમાં ₹145 કરોડનું કલેક્શન.
બીજો દિવસ (શુક્રવાર): ₹83 કરોડની કમાણી.
ત્રીજો દિવસ (શનિવાર): ₹117 કરોડનો આંકડો પાર.
ચોથો દિવસ (રવિવાર): ફિલ્મે તેની અત્યાર સુધીની સૌથી વધુ એક દિવસની કમાણી ₹121 કરોડ નોંધાવી. આમ, ભારતમાં માત્ર ચાર દિવસમાં કુલ ચોખ્ખું કલેક્શન ₹466 કરોડ થયું છે, જ્યારે ગ્રોસ કલેક્શન ₹550 કરોડ સુધી પહોંચી ગયું છે.
વિદેશી બજારોમાં પણ રણવીરનો ક્રેઝ
માત્ર ભારત જ નહીં, પરંતુ ઓવરસીઝ માર્કેટમાં પણ ‘ધુરંધર 2’ એ ધમાલ મચાવી છે. ચાર દિવસમાં વિદેશી કમાણી કુલ ₹211 કરોડ નોંધાઈ છે. દરરોજ સરેરાશ ₹50 કરોડથી વધુનું કલેક્શન વિદેશી બજારોમાંથી મળી રહ્યું છે, જે દર્શાવે છે કે આ ફિલ્મ વૈશ્વિક સ્તરે પણ બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે.


Leave a Comment