લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

જેકિલનના બોડીગાર્ડે તેનું કાંડુ આમળતાં ચાહકો ભારે નારાજ | Fans are very upset when Jacqueline bodyguard grabbed her wrist

by

Thenewsdk

Updated: 24-06-2026, 06.45 AM

Follow us:

જેકિલનના બોડીગાર્ડે તેનું કાંડુ આમળતાં ચાહકો ભારે નારાજ | Fans are very upset when Jacqueline bodyguard grabbed her wrist



photo 1782234935418

– જેક્લિનને પ્રશંસકો સાથે તસવીર પડાવતાં અટકાવી        

– ગાર્ડે જેક્લિનને મંચ પર રીતસરની હડસેલી, મર્યાદા ચૂક્યો હોવાનો ચાહકોનો આરોપ

મુંબઈ : રવિવારે મુંબઇમાં યોજાયેલી એક ઇવેન્ટમાં જેક્લિન ફર્નાન્ડિઝે તેના પ્રશંસકો સાથે  સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના બોડીગાર્ડે તેનું કાંડુ પકડી તેને જબરદસ્તીથી મંચ ભણી ધકેલી દીધી હતી. આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં જેક્લિનના ચાહકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. બોડીગાર્ડના પગલાં  સામે ઘણાં નેટીઝન્સે નાખુશી વ્યક્ત કરી હતી. 

જેક્લિને તેના બોડીગાર્ડને અટકાવવા માટે પ્રયાસ પણ કર્યો હતો અને તેણે પ્રસંશકો સાથે વાત કરી સેલ્ફી લેવાનું પણ પસંદ કર્યું હતું. પણ બોડીગાર્ડે જક્લિનને કાંડુ પકડી મંચ ભણી દોરી ગયો હતો. સોશ્યલ મિડિયા પર ઘણાં લોકોએ જેક્લિનના બોડીગાર્ડના વર્તનની ટીકા કરી હતી. એક પ્રશસકે જણાવ્યું હતું કે આ ખરાબ માણસ છે. તે તેનો આદર  કરતો નથી. બીજા એક ચાહકે બિના ટચ કિયે દૂર સે પ્રોટેક્ટ કરવાની પણ સલાહ આપી હતી. અમુક જણે બોડીગાર્ડના પગલાંનો બચાવ કરતાં જણાવ્યું હતું કે તેમને અગાઉથી જણાવી દેવામાં આવે છે કે સ્ટાર ચાહકો સાથે ગમે એટલા ફ્રેન્ડલી બને પણ તમારું કામ સ્ટારને કોઇ અડે નહીં તે જોવાનું છે. આ તેમના કામનો હિસ્સો છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤