લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

નવાઝુદ્દીન સાથે ઈન્ટિમેટ સીનમાં અસહજ થઈ ગઈ હતી અભિનેત્રી! ડાયરેક્ટરની હેરાનગતિના કારણે ફિલ્મ છોડી | chitrangada singh walked out of babumoshai bandookbaaz due to uncomfortable intimate scene

by

Thenewsdk

Updated: 23-06-2026, 12.24 PM

Follow us:

નવાઝુદ્દીન સાથે ઈન્ટિમેટ સીનમાં અસહજ થઈ ગઈ હતી અભિનેત્રી! ડાયરેક્ટરની હેરાનગતિના કારણે ફિલ્મ છોડી | chitrangada singh walked out of babumoshai bandookbaaz due to uncomfortable intimate scene



photo 1782197514208

Chitrangda Leaves Nawazuddin Film: બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક ચિત્રાંગદા સિંહે પોતાની કારકિર્દીમાં અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી છે. જોકે, તેની કરિયરમાં એક ફિલ્મ એવી પણ રહી છે, જેનો અનુભવ તેના માટે અત્યંત કડવો અને માનસિક રીતે પરેશાન કરનારો સાબિત થયો હતો. ફિલ્મ ‘બાબુમોશાય બંદૂકબાઝ’ના શૂટિંગ દરમિયાન સેટ પર પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે ચિત્રાંગદાએ આખરે આ પ્રોજેક્ટને અધવચ્ચે જ અલવિદા કહી દીધું હતું. અભિનેત્રીએ ડિરેક્ટર કુશાન નંદી પર જબરદસ્તીથી ઇન્ટિમેટ સીન કરાવવા અને અપમાનજનક વર્તન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

સેટ પર ડિરેક્ટરે કરી હતી બદતમીઝી

ચિત્રાંગદા સિંહ સાથે બનેલી આ આખી ઘટનાનો ઉલ્લેખ એક પોડકાસ્ટમાં કર્યો હતો. સેટ પર ડિરેક્ટરે અભિનેત્રી સાથે કરેલી ગેરવર્તણૂક અંગે વિગતો આ પોડકાસ્ટમાં કરવામાં આવી હતી. પોડકાસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ચિત્રાંગદા ફિલ્મ ‘બંદૂકબાઝ’માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે શૂટિંગ કરી રહી હતી. સ્ક્રિપ્ટ મુજબ તેણે નવાઝ સાથે એક બેડ સીન અને કિસિંગ સીન શૂટ કરવાનો હતો. ચિત્રાંગદા પોતે એક ખૂબ જ બોલ્ડ અને મેચ્યોર અભિનેત્રી છે, તે સિંગલ મધર છે અને દુનિયાથી સારી રીતે વાકેફ છે. આમ છતાં, તે સીન એટલો અસહજ કરી મૂકનારો હશે કે તે તેને શૂટ કરી શકી નહોતી.

આ વિશે વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, “વારંવારના પ્રયાસો છતાં સીન ઓકે ન થતાં ડિરેક્ટર કુશાન નંદી પોતાનો પિત્તો ગુમાવી બેઠા હતા. તેમણે સેટ પર હાજર તમામ લોકોની સામે બૂમો પાડતા અત્યંત વાંધાજનક શબ્દોમાં કહ્યું, ‘અરે ચાલ, હીરો ઉપર ચઢી જા.’ આ પ્રકારની ભાષા અને અપમાનજનક વર્તન સાંભળીને ચિત્રાંગદા સ્તબ્ધ થઈ ગઈ હતી અને તેણે તાત્કાલિક શૂટિંગ બંધ કરીને ફિલ્મ છોડવાનો નિર્ણય કરી લીધો હતો.

ચિત્રાંગદાએ પોતે વ્યક્ત કરી હતી આ પીડા

આ વિવાદ અંગે ચિત્રાંગદા સિંહે પણ ભૂતકાળમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં સત્તાવાર ખુલાસો કર્યો હતો. તેના જણાવ્યા અનુસાર, નવાઝુદ્દીન અને તેની વચ્ચેના ઇન્ટિમેટ સીન્સ પહેલેથી જ યોગ્ય રીતે શૂટ થઈ ચૂક્યા હતા. તેમ છતાં ડિરેક્ટર કુશાન નંદી સંતુષ્ટ નહોતા. તેઓ એ કિસિંગ સીનને વધુ 7 સેકન્ડ લાંબો ખેંચવા માંગતા હતા અને ફરીથી શૂટ કરવાનો આગ્રહ રાખતા હતા.

અભિનેત્રીએ આરોપ લગાવ્યો હતો કે ડિરેક્ટરે તેના પર નવાઝુદ્દીનની ઉપર બેસીને સીન આપવાનું દબાણ કર્યું હતું અને આ દરમિયાન તેમની વચ્ચે ગાળાગાળી પણ થઈ હતી. આ આખા ઘટનાક્રમથી માનસિક રીતે કંટાળીને ચિત્રાંગદાએ ફિલ્મથી અંતર જાળવી લેવું વધુ યોગ્ય સમજ્યું હતું. ચિત્રાંગદાના ફિલ્મ છોડ્યા બાદ મેકર્સે આ રોલ માટે અભિનેત્રી બિદિતા બાગને કાસ્ટ કરી હતી.

આ પણ વાંચો: ‘હાર્ટબ્રેક ગીતો માત્ર પુરુષો માટે જ કેમ?’: ગાયિકા સોના મોહાપાત્રાએ બોલિવૂડ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સામે ઉઠાવ્યા આકરા સવાલો

અભિનેત્રીનું વર્ક ફ્રન્ટ

ચિત્રાંગદા સિંહની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે ખૂબ જ પસંદગીની સ્ક્રિપ્ટ્સ પર કામ કરવા માટે જાણીતી છે. તેની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ’ છે, જેમાં તે સુપરસ્ટાર સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું પ્રારંભિક નામ ‘બેટલ ઓફ ગલવાન’ રાખવામાં આવ્યું હતું. જોકે, સલમાન અને ચિત્રાંગદાની આ મોસ્ટ અવેટેડ ફિલ્મ સિનેમાઘરોમાં ક્યારે દસ્તક દેશે, તે અંગે મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤