લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

325 કરોડ રૂપિયાની ફી સાથે ભારતીય સિનેમા સૌથી મોંઘો એક્ટર બન્યો આ સ્ટાર, શાહરુખ-રજનીકાંતનો રેકોર્ડ તોડ્યો | Ranveer Singh Earns ₹325 Crore From Dhurandhar Duology Via Profit Sharing

by

Thenewsdk

Updated: 22-06-2026, 03.22 PM

Follow us:

325 કરોડ રૂપિયાની ફી સાથે ભારતીય સિનેમા સૌથી મોંઘો એક્ટર બન્યો આ સ્ટાર, શાહરુખ-રજનીકાંતનો રેકોર્ડ તોડ્યો | Ranveer Singh Earns ₹325 Crore From Dhurandhar Duology Via Profit Sharing



photo 1782121953088

Ranveer Singh Dhurandhar: બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહે બોક્સ ઓફિસ પર એક એવો મોટો ધમાકો કર્યો છે, જેણે તેને ભારતીય સિનેમાના સૌથી મોંઘા સિતારાઓની યાદીમાં સૌથી આગળ લાવીને મૂકી દીધો છે. પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ની ડ્યુઓલોજી (બે ફિલ્મોની સિરીઝ) દ્વારા રણવીર સિંહે અંદાજિત ₹325 કરોડની રેકોર્ડબ્રેક કમાણી કરી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, રણવીરે આ ફિલ્મ માટે કોઈ નક્કી કરેલી મોટી ફી નહોતી લીધી, પરંતુ મેકર્સ સાથે નફામાં ભાગીદારી (પ્રોફિટ-શેરિંગ)નો એક મોટો સોદો કર્યો હતો. આ સ્માર્ટ મૂવની સાથે જ તે હવે શાહરૂખ ખાન અને રજનીકાંત જેવા એવા દિગ્ગજ સુપરસ્ટાર્સની લીગમાં સામેલ થઈ ગયો છે, જેઓ પોતાની ફિલ્મોની બમ્પર કમાણીનો સૌથી મોટો ફાયદો પોતે ઉઠાવે છે.

નક્કી કરેલી ફી છોડીને ખેલ્યો મોટો દાવ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણવીર સિંહે ‘ધુરંધર’ માટે પોતાની એક્ટિંગ ફી ન લેવાનો એક સાહસિક અને સમજદારીભર્યો નિર્ણય કર્યો હતો. તેણે ફિક્સ ફીના બદલે પ્રોફિટ-શેરિંગ મોડલની પસંદગી કરી હતી. આ ડીલનો સૌથી મોટો ફાયદો એ થયો કે રણવીરને માત્ર બોક્સ ઓફિસ કલેક્શનનો હિસ્સો જ ન મળ્યો, પરંતુ ફિલ્મની સેટેલાઇટ રાઇટ્સ, ડિજિટલ (OTT) અને મ્યુઝિક રાઇટ્સની કમાણીમાંથી પણ સીધો અને મોટો હિસ્સો તેના ખાતામાં ગયો. આ વ્યૂહનીતિ તેના માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ છે.

બજેટ વધ્યું તો રણવીરે પોતે લગાવ્યા પૈસા

શરૂઆતના અહેવાલો મુજબ, ‘ધુરંધર’ ફિલ્મને પહેલા એક જ ભાગમાં બનાવવાનું પ્લાનિંગ હતું, પરંતુ પાછળથી તેને બે ભાગમાં બનાવવાનો નિર્ણય લેવાયો. જ્યારે ફિલ્મનું પ્રોડક્શન બજેટ વધવા લાગ્યું, ત્યારે રણવીરે પાછળ હટવાના બદલે પ્રોજેક્ટને પૂરો સપોર્ટ કર્યો અને ફિલ્મમાં પોતાના તરફથી વધારાના પૈસા પણ રોક્યા. તેનો આ નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો, કારણ કે ફિલ્મમાં રોકાણ કરવાને લીધે નફામાં તેની પાર્ટનરશિપનો શેર વધુ વધી ગયો. જ્યારે આ બંને ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થઈ, ત્યારે તેણે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને રણવીરની આ યોજના તેના કરિયરની સૌથી મોટી લોટરી સાબિત થઈ.

40ની ઉંમરે રચ્યો નવો ઇતિહાસ

જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલો ₹325 કરોડની કમાણીનો આ આંકડો સંપૂર્ણપણે સાચો છે, તો 40 વર્ષનો રણવીર સિંહ આ સમયે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી વધુ કમાણી કરનારો એક્ટર બની ગયો છે. જોકે, મોટા સ્ટાર્સમાં આ પ્રોફિટ-શેરિંગનો ટ્રેન્ડ હવે ઝડપથી વધી રહ્યો છે, પરંતુ તેમાં જોખમ પણ એટલું જ વધારે હોય છે. જો ફિલ્મ ફ્લોપ જાય તો એક્ટરે ખાલી હાથે પણ રહેવું પડી શકે છે. તેનાથી ઉલટું, જ્યારે ફિલ્મ ‘ધુરંધર’ જેવી બ્લોકબસ્ટર સાબિત થાય છે, ત્યારે એક્ટરની કમાણી કોઈપણ નક્કી કરેલી ફી કરતાં ક્યાંય ગણી વધારે થઈ જાય છે.

આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનનો વિવાદ: નિયમો નેવે મૂકીને અપાતી હતી ‘ખાસ’ એન્ટ્રી?

ભારતીય સિનેમાના દિગ્ગજોની લીગમાં એન્ટ્રી

રણવીર સિંહની આ છપ્પરફાડ કમાણીએ ભારતીય સિનેમાના ઇતિહાસના કેટલાક સૌથી મોટા નામો સાથે તેની સરખામણી શરૂ કરી દીધી છે. આ પહેલા રજનીકાંત, શાહરૂખ ખાન, પ્રભાસ અને અલ્લુ અર્જુન જેવા પેન-ઇન્ડિયા સુપરસ્ટાર્સ જ પોતાની બ્લોકબસ્ટર ફિલ્મો માટે આ પ્રકારના રેવેન્યુ-શેરિંગ કરાર દ્વારા આટલી જંગી રકમ કમાઈ ચૂક્યા છે. જોકે, સોશિયલ મીડિયા અને મીડિયા જગતમાં ₹325 કરોડના આ આંકડાને લઈને ભારે ચર્ચા અને ઉત્સાહ છે, પરંતુ હજુ સુધી ખુદ રણવીર સિંહ કે ‘ધુરંધર’ના મેકર્સ તરફથી આ કમાણી પર કોઈ સત્તાવાર મહોર મારવામાં આવી નથી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤