લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

અર્જુન રામપાલ વિજય માલ્યા જેવા ઉદ્યોગપનિો રોલ ભજવશે | Arjun Rampal to play industrialists like Vijay Mallya

by

Thenewsdk

Updated: 23-06-2026, 05.30 AM

Follow us:

અર્જુન રામપાલ વિજય માલ્યા જેવા ઉદ્યોગપનિો રોલ ભજવશે | Arjun Rampal to play industrialists like Vijay Mallya



photo 1782143884206

– હંસલ મહેતા આ શોનું દિગ્દર્શન કરશે

– આ પાત્ર માલ્યા સાથે સામ્ય ધરાવતુું હશે પરંતુ તેની બાયોપિક નહીં હોય તેવો નિર્માત્રીનો દાવો        

મુંબઈ : અર્જુન રામપાલ ‘બિલિયોનર’ વેબ સિરિઝમાં એક ઉદ્યોગપતિનું પાત્ર ભજવશે. નિર્માત્રી પ્રભલીન સંધુના દાવા અનુસાર આ પાત્ર વિજય માલ્યા પર આધારિત હશે પરંતુ આ સિરિઝ વિજય માલ્યાની  બાયોપિક નથી. 

તેણે કહ્યું હતું કે ‘ધુરંધર’ની સફળતા  પછી અર્જુન રામપાલ સાતમા આસમાન પર છે અને તે ઉત્સાહભેર કામ કરી રહ્યો છે. 

આ વર્ષની નોંધપાત્ર સિરિઝ ‘મેડ ઇન ઇન્ડિયાઃ એ ટાઇટન સ્ટોરી’ની પણ નિર્માત્રી  સંધુએ જણાવ્યું હતું કે ‘ભયઃ ધ ગૌરવ તિવારી મિસ્ટરી હોરર શોની પણ બીજી સિઝન આવી રહી છે. ‘શાહિદ’ અને ‘ધ બકિંગહામ મર્ડસ’ર્માં અભિનય કરી ચૂકેલી પ્રભલીને જણાવ્યું હતું કે મને એક્ટિંગની યોગ્ય ઓફર મળશે તો હું એક્ટિંગ કરવાનું ચાલુ રાખીશ. મને એક્ટિંગ કરવાનું ગમે છે. હું હાલ યોગ્ય ભૂમિકાની રાહ જોઇ રહી છું.

 સંધુએ જણાવ્યું હતું કે નિર્માત્રી તરીકે મને ઘણું શીખવા મળ્યું છે જે મને એક્ટર તરીકે મળ્યું નહોતું. એક્ટરને થાબડભાણાં કરવામાં આવે છે. જ્યારે નિર્માતા તરીકે તો તમારે બધું સારી રીતે થાય તે માટે સતત દોડાદોડ કરતાં રહેવું પડે છે. 

પ્રભલીન સંધુએ આશા વ્યક્ત કરી હતી કે તેની ફિલ્મ ‘શાહિદ’ને ઓટીટી પ્લેટફોર્મ્સ પર રજૂ કરવામાં સફળતા મળશે. બધો આધાર ફિલ્મના રાઇટ્સ મળવા પર રહેલો છે.  



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤