લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

બોક્સ ઓફિસ પર થશે ટક્કર: યશની ‘Toxic’ હવે આ દિવસે થશે રિલીઝ, શ્રદ્ધા કપૂરની ‘Eetha’ સાથે જામશે મુકાબલો | yash toxic new release date clash with shraddha kapoor eetha

by

Thenewsdk

Updated: 22-06-2026, 01.26 PM

Follow us:

બોક્સ ઓફિસ પર થશે ટક્કર: યશની ‘Toxic’ હવે આ દિવસે થશે રિલીઝ, શ્રદ્ધા કપૂરની ‘Eetha’ સાથે જામશે મુકાબલો | yash toxic new release date clash with shraddha kapoor eetha



photo 1782114827969

Yash Film Clash With Shraddha Kapoor: સાઉથ સિનેમાના સુપરસ્ટાર યશના ફેન્સ માટે એક લાંબા ઈંતેજાર બાદ આખરે ખુશખબર આવી ગઈ છે. અવારનવાર પાછળ ઠેલાતી રહીને ચર્ચામાં રહેલી યશની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘Toxic: A Fairy Tale for Grown-Ups’ની નવી રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. જોકે, આ નવી તારીખની સાથે જ બોક્સ ઓફિસ પર એક જબરદસ્ત ક્લેશના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે, કારણ કે આ જ વીકેન્ડ પર શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘Eetha’ પણ સિનેમાઘરોમાં દસ્તક દેવા જઈ રહી છે.

વારંવાર પોસ્ટપોન થયા બાદ નવી રિલીઝ ડેટ જાહેર

‘Toxic’ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ તે સતત ચર્ચામાં છે, પરંતુ તેના શૂટિંગ અને અન્ય કારણોસર રિલીઝ ડેટમાં વારંવાર ફેરફાર કરવા પડ્યા હતા. શરૂઆતમાં આ ફિલ્મ માર્ચ મહિનામાં રણવીર સિંહની ‘ધુરંધર: ધ રિવન્જ’ સામે રિલીઝ થવાની હતી, જે બાદમાં લંબાવીને 4 જૂન કરવામાં આવી હતી. જોકે, આખરે તમામ અટકળોનો અંત લાવતા અભિનેતા યશે ગઈકાલે 21 જૂનના રોજ સોશિયલ મીડિયા પર ફિલ્મનું એક શાનદાર પોસ્ટર શેર કર્યું છે. યશે કેપ્શનમાં લખ્યું, “Honour Thy Father… #Toxic વિશ્વભરના સિનેમાઘરોમાં 26-08-2026થી.” આ જાહેરાત સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે ફિલ્મ ઓગસ્ટ 2026માં ધમાકો કરવા તૈયાર છે.

શ્રદ્ધા કપૂરની ‘Eetha’ સાથે થશે સીધી ટક્કર

યશની ‘Toxic’ 26 ઓગસ્ટ 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે, જ્યારે તેના બરાબર બે દિવસ બાદ એટલે કે 28 ઓગસ્ટ 2026ના રોજ શ્રદ્ધા કપૂરની મુખ્ય ભૂમિકા વાળી ‘Eetha’ રિલીઝ થવાની છે. એક જ વીકેન્ડ પર બંને મોટી ફિલ્મો સામસામે આવતા બોક્સ ઓફિસ પર રોમાંચક જંગ જોવા મળશે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ‘Eetha’ ફિલ્મમાંથી શ્રદ્ધા કપૂરનો પાવરફુલ લુક સામે આવ્યો હતો, જેને સોશિયલ મીડિયા પર ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ મહામુકાબલામાં કઈ ફિલ્મ બાજી મારે છે.

આ પણ વાંચો: 80 વર્ષની ઉંમરે એકલવાયું જીવન જીવે છે ટીવી જગતની આ ફેમસ અભિનેત્રી, સગો દીકરો પણ નથી માનતો મા!

બંને ફિલ્મોની સ્ટાર કાસ્ટ પર એક નજર

બંને ફિલ્મોમાં કલાકારોની લાંબી ફોજ જોવા મળવાની છે, જેના કારણે સિનેપ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે.

‘Toxic’ની સ્ટાર કાસ્ટ:

ગીતુ મોહનદાસના નિર્દેશનમાં અને KVN પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં રોકિંગ સ્ટાર યશની સાથે નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરેશી, રુકમિણી વસંત અને તારા સુતારિયા જેવા જાણીતા ચહેરાઓ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

‘Eetha’ની સ્ટાર કાસ્ટ:

દિનેશ વિજાન દ્વારા પ્રોડ્યુસ અને લક્ષ્મણ ઉટેકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ઉપરાંત રણદીપ હુડ્ડા, નાના પાટેકર, મોહમ્મદ ઝીશાન અય્યુબ અને સિદ્ધાર્થ જાધવ જેવા કલાકારો પોતાની એક્ટિંગનો જાદુ વિખેરશે.





Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤