લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

રૂકમણિ વસંથના અશ્લીલ વીડિયો બનાવનાર ત્રણ પકડાયા | Three arrested for making obscene videos of Rukmani Vasanth

by

Thenewsdk

Updated: 21-06-2026, 06.30 AM

Follow us:

રૂકમણિ વસંથના અશ્લીલ વીડિયો બનાવનાર ત્રણ પકડાયા | Three arrested for making obscene videos of Rukmani Vasanth



photo 1781974011772

– કાંતારાની અભિનેત્રીને બદનામ કરવાનો  પ્રયાસ 

– એઆઈની મદદથી બનાવેલા અશ્લીલ વીડિયો અને તસવીરો વાયરલ કર્યા 

મુંબઈ : કર્ણાટક સાયબર કમાન્ડે અભિનેત્રી રુકમણિ વસંથના એઆઈ આધારીત અશ્લીલ વીડિયો અને તસવીરો બનાવીને વિતરીત કરવા બદલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. ફિલ્મ ‘કંતારાઃ એ લેજન્ડ ચેપ્ટર-૧’માં પોતાના રોલ માટે પ્રસિદ્ધ અભિનેત્રીની બેંગલુરુ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી.પકડાયેલા આરોપીઓ પાસેથી તપાસકર્તાઓને જાણ થઈ કે અભિનેત્રીને અપમાનજનક ઢંગથી રજૂ કરવા અને તેની જાહેર છબી ખરાબ કરવાના ઈરાદા સાથે સોશિયલ મીડિયા પર છેડછાડ કરાયેલા વીડિયો શેર કરવામાં આવ્યા હતા. પોલીસે અશ્લીલ સામગ્રીના પ્રસાર અને મહિલાના સન્માનને હાનિ પહોંચાડવા સાથે સંકળાયેલા ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરી. 

અધિકારીઓએ જણાવ્યું કે આ કૃત્યથી રુકમણિની ગોપનીયતાનું ઉલ્લંઘન થયું હતું, તેના પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હતી અને તેને માનસિક ત્રાસ થયો હતો. આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન જપ્ત કરાયા હતા અને હાલ વધુ તપાસ ચાલી રહી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤