લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

અનેક રાજ્યોમાં કરમુક્ત કરાવ્યા છતાં પણ ભારત ભાગ્ય વિધાતા ફલોપ | Despite being tax free in many states Bharat Bhagya Vidhata is a flop

by

Thenewsdk

Updated: 20-06-2026, 06.40 AM

Follow us:

અનેક રાજ્યોમાં કરમુક્ત કરાવ્યા છતાં પણ ભારત ભાગ્ય વિધાતા ફલોપ | Despite being tax free in many states Bharat Bhagya Vidhata is a flop



photo 1781884661803

– કંગનાની ફિલ્મે પહેલાં વીકમાં પાંચ કરોડ રળ્યા  

– સતત ફલોપ ફિલ્મો આપી રહેલી કંગના હવે ક્વિન ટુ સફળ બનાવવા આકાશપાતાળ એક કરશે     

મુંબઇ : ‘ક્વિન’ નામની સોલો હીટ આપી હિન્દી ફિલ્મ જગતમાં પોતાનું સ્થાન જમાવનારી હિરોઇન કંગના રનૌત હવે તેની ડૂબતી કારકિર્દીને બચાવવા ફરી ‘ક્વિન ટુ’ના શરણે જવું પડે તેવા સંજોગો નિર્માણ થયા છે. કંગના રનૌતે જેના પર મોટો મદાર રાખ્યો હતો તે ‘ભારત ભાગ્ય વિધાતા’ ફિલ્મ એક અઠવાડિયામાં ગણીને પાંચ કરોડ રૂપિયાનો જ વકરો કરી શકી હોઇ તે મોટી ફલોપ પુરવાર થઇ રહી છે.

 ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરાવવામાં આવી હોવા છતાં તે દર્શકોમાં લોકપ્રિય બની શકી નથી. મુંબઇમાં ૨૬-૧૧ના થયેલાં આતંકી હુમલાની પશ્ચાદભૂમાં આકાર લેતી ફિલ્મમાં હોસ્પિટલના કર્મચારીઓ કેવી રીતે દર્દીઓનું રક્ષણ કરે છે તે દર્શાવવામાં આવ્યું છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર કંગનાની છેલ્લી હીટ ફિલ્મ એક દાયકા અગાઉ આવેલી ‘તનુ વેડ્સ મનુ’ હતી. જો કે કંગનાની આ છેલ્લી ફિલ્મે ‘મણિકર્ણિકા ઃ ધ ક્વિન ઓફ ઝાંસી’ કરતાં સારો બિઝનેસ કર્યો છે. કંગનાની ૨૦૨૫માં આવેલી ‘ઇમરજન્સી’માં તેણે ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી. તેણે આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન બંને કર્યા હતા પણ આ ફિલ્મ પણ હીટ નીવડી નહોતી. 

હવે કંગનાનો બધો આધાર ‘ક્વિન ટુ’ અને ‘સર્કલ’ નામની ફિલ્મો પર રહેલો છે. હાલ જે રીતે કંગનાની એક પછી એક ફિલ્મો ફલોપ જઇ રહી છે ત્યારે આ ફિલ્મોને કેવી સફળતા મળે છે તેના પર કંગનાની કારકિર્દીનો આધાર રહેલો છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤