લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખની ફરિયાદ પર પોલીસની કાર્યવાહી | chhotaudepur aap district panchayat member rajesh rathva arrested

by

Thenewsdk

Updated: 20-06-2026, 08.19 PM

Follow us:

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખની ફરિયાદ પર પોલીસની કાર્યવાહી | chhotaudepur aap district panchayat member rajesh rathva arrested



Chhota Udepur News: છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટી(AAP) ના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની પોલીસે ધરપકડ કરી છે. AAPના છોટાઉદેપુર તાલુકા પ્રમુખે પોતાની જ પાર્ટીના જિલ્લા પંચાયત સભ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તાલુકા પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે, તેઓ કારમાં જઈ રહ્યા હતા ત્યારે તેના પર જીવલેણ હુમલો કરાયો હતો. જેમાં ફરિયાદી શ્રીકુંજની કારને આગળ અને પાછળ એમ બે ગાડીની ટક્કર મારવાનો આરોપ મૂક્યો હતો. સમગ્ર મામલે પોલીસે રાજેશ રાઠવાની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા છે. 

AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ

છોટાઉદેપુર તાલુકા પ્રમુખની ફરિયાદના આધારે પોલીસે રાજેશ રાઠવાને ઝડપી પાડી રિમાન્ડ માટે કોર્ટમાં હાજર કર્યો હતો. જ્યાં પોલીસે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે રાજેશ રાઠવાના સોમવાર(22 જૂન) એક વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વેચી

રાજેશ રાઠવા આમ આદમી પાર્ટીના ઝેર જિલ્લા પંચાયત બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય છે. રાજેશ પર પોતાની જ પાર્ટીના સભ્યના આક્ષેપ અને ફરિયાદ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.





Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤