લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

સલમાન ખાન ફરહાન સાથે બે ભાગમાં પિરિયડ ફિલ્મ બનાવશે | Salman Khan to make two part period film with Farhan

by

Thenewsdk

Updated: 19-06-2026, 06.30 AM

Follow us:

સલમાન ખાન ફરહાન સાથે બે ભાગમાં પિરિયડ ફિલ્મ બનાવશે | Salman Khan to make two part period film with Farhan



photo 1781799881218

– બંને એક મહિનાથી ચર્ચામાં મગ્ન

– સલમાન ફાઈનલ કરે તો 2027ના સમરમાં શૂટિંગ શરૂ થવાની શક્યતા

મુંબઈ : સુપર સ્ટાર સલમાન ખાન હાલ ફરહાન અખ્તર સાથે પિરિયડ ફિલ્મ બનાવવા માટે ચર્ચા કરી રહ્યો હોવાની વાત બહાર આવી છે. હાલ સલમાન ખાન વામ્સી પેઇડીપલ્લીની એક્શન ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. એ પછી તે ધ ફેમિલિ મેનના સર્જકો રાજ અને ડીકે સાથે એક્શન કોમેડી ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ કરશે. દરમ્યાન તેણે ૨૦૨૭નું આયોજન શરૂ કરી દીધું છે. 

ફરહાન અખ્તર અને સલમાન એક મહિનાથી આ પિરિયડ ફિલ્મ બાબતે ચર્ચા કરી રહ્યા છે. જો બધું થાળે પડશે તો બે ભાગમાં આ ફિલ્મ બને તેવી યોજના આકાર લેશે તેમ મનાય છે. ફરહાન અખ્તર આ પ્રોજેક્ટ સાથે નિર્માતા તરીકે જોડાઇ રહ્યો છે. ફિલ્મના નિર્દેશકનું નામ હજી જાહેર કરવામાં આવ્યું નથી. આ સૂચિત પિરિયડ ફિલ્મનું શૂટિંગ  ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની એક્સલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ૨૦૨૭ના ઉનાળામાં શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. 

સલમાન ખાનને આ ફિલ્મમાં ઉંડો રસ પડયો છે. જો કે,હાલ હજી વાત પ્રાથમિક તબક્કે છે અને કશું નક્કી થયું નથી. પણ સલમાન અને ફરહાન બંને જણાં પહેલીવાર એકસાથે કામ કરવા માટે ઉત્સુક છે. આ ફિલ્મ વિશે વર્ષના અંતે વધુ માહિતી જાણવા મળે તેવી સંભાવના છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤