લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર | ahmedabad cyber fraud instagram reels fake bank sealed house scam vastral ramol

by

Thenewsdk

Updated: 20-06-2026, 10.24 PM

Follow us:

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર | ahmedabad cyber fraud instagram reels fake bank sealed house scam vastral ramol



Ahmedabad Instagram Reels House Scam: અમદાવાદ શહેરમાં સાયબર ગઠિયા નિર્દોષ લોકોને છેતરવા માટે અવનવી યુક્તિઓ અપનાવી રહ્યા છે. વસ્ત્રાલમાં એક આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર સસ્તામાં મકાન આપવાની જાહેરાત કરતી રીલ્સ બનાવી હતી. ત્યારબાદ વસ્ત્રાલમાં કન્સલ્ટન્સીની ઓફિસ ખોલીને, બેન્ક સીલ કરેલા મકાન અપાવવાના બહાને વિધવા મહિલા સહિત 6 વ્યક્તિઓ પાસેથી રૂ. 18.88 લાખ પડાવ્યા હતા. રૂપિયા મેળવ્યા પછી “બેન્કમાંથી લેટર આવ્યા બાદ ચાવી આપીશ” તેમ કહી બહાના બતાવી તે ફોન અને ઓફિસ બંધ કરીને નાસી ગયો હતો. આ બનાવ અંગે રામોલ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ઘોડાસરમાં રહેતી એક મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં કાલુપુરના રહેવાસી મૌલિકભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2025માં મહિલાનો પુત્ર ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતો હતો, જેમાં તેણે ‘જય જલારામ કન્સલ્ટન્સી’ નામે સસ્તા ભાવે મકાન વેચાણની જાહેરાત જોઈ હતી. આથી ફરિયાદી અને તેમનો પુત્ર રીલ્સમાં આપેલા સરનામે વસ્ત્રાલ ખાતે આવેલી કન્સલ્ટન્સીની ઓફિસે ગયા હતા. ત્યાં આરોપીએ પોતે મકાન, જમીન અને દુકાનની લે-વેચનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું.

ફરિયાદીએ મકાન લેવાની વાત કરતાં આરોપીએ હાથીજણમાં એક મકાન બતાવ્યું હતું. આ મકાન પસંદ આવતા આરોપીએ જણાવ્યું કે, આ મકાન બેન્ક દ્વારા સીલ કરાયેલું છે અને તેને વેચવા માટે આપ્યું છે. તેણે મકાનની કિંમત રૂ. 13.51 લાખ જણાવીને રૂ. 2.50 લાખ રોકડા અને બાકીની રૂ. 11 લાખની લોન કરાવી આપવાની ખાતરી આપી હતી.

ત્યારબાદ ફરિયાદીએ તમામ દસ્તાવેજો આપ્યા પછી આરોપીએ “લોન નહીં થાય, તમે ટુકડે-ટુકડે રોકડા રૂપિયા આપો એટલે ચાવી આપી દઈશ” તેમ કહ્યું હતું. આથી મહિલાએ ટુકડે-ટુકડે કુલ રૂ. 9.50 લાખ આપ્યા હતા. જોકે, ઘરની ચાવી માંગતા આરોપીએ બેન્કમાંથી લેટર આવ્યા બાદ આપવાનું કહી વાયદા કર્યા હતા. અંતે આરોપી પોતાનો ફોન અને ઓફિસ બંધ કરીને નાસી ગયો હતો. મહિલાએ તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપીએ આ જ પ્રકારે કુલ 6 વ્યક્તિઓ પાસેથી રૂ. 18.88 લાખની છેતરપિંડી આચરી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤