લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

અફઘાનિસ્તાન સામેની વનડેમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલનો કમાલ, તોડયા અનેક મોટા રેકોર્ડ | yashasvi jaiswal rohit sharma records india vs afghanistan 3rd odi chennai

by

Thenewsdk

Updated: 20-06-2026, 11.03 PM

Follow us:

અફઘાનિસ્તાન સામેની વનડેમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલનો કમાલ, તોડયા અનેક મોટા રેકોર્ડ | yashasvi jaiswal rohit sharma records india vs afghanistan 3rd odi chennai



photo 1781976504885

Yashasvi Jaiswal and Rohit Sharma Record: ચેન્નાઈમાં અફઘાનિસ્તાન સામેની ત્રીજી વનડેમાં યશસ્વી જયસ્વાલે મેચવિનિંગ ઇનિંગ રમવાની સાથે એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો છે. જયસ્વાલ માત્ર 6 ઇનિંગમાં બે વનડે સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બન્યો છે. જેમાં યશસ્વીએ માત્ર 86 બોલમાં 110 રનની ધમાકેદાર અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે જયસ્વાલની સાથે-સાથે રોહિત શર્માએ પણ 69 બોલમાં 3 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકારી 79 રન બનાવીને અનેક રેકોર્ડ તોડ્યા છે. 

સદી ફટકારવામાં જયસ્વાલ નંબર 1 બેટ્સમેન

યશસ્વી જયસ્વાલને આ સિરીઝની પહેલી મેચમાં રમવાની તક મળી ન હતી. તે બીજી મેચમાં પણ સસ્તામાં પેવેલિયન પાછો ફર્યો હતો. જોકે, આ મેચમાં તેણે 219 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે શાનદાર ઇનિંગ્સ રમી હતી. જયસ્વાલ શરૂઆતથી જ ફોર્મમાં દેખાતો હતો અને 83 બોલમાં સદી પૂરી કરી હતી. આ સાથે તે ભારતીય ODI ક્રિકેટમાં સૌથી ઝડપી બે સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અગાઉ આ રેકોર્ડ શિખર ધવનના નામે હતો.

ઉલ્લેખનીય છે કે, શિખર ધવનને આ સિદ્ધિ મેળવવા માટે સાત ઇનિંગ્સ લાગી હતી, પરંતુ યશસ્વીએ ફક્ત એક ઇનિંગ્સ ઓછી રમીને રેકોર્ડ નોંધાવ્યો હતો. આમાં, કેદાર જાધવ નવ ઇનિંગ્સ રમીને ત્રીજા સ્થાને છે. જ્યારે વિરાટ કોહલી 17 ઇનિંગ્સ રમીને ચોથા સ્થાને છે અને શુભમન ગિલ 18 ઇનિંગ્સ રમીને પાંચમા સ્થાને છે. યશસ્વી જયસ્વાલને ODI ફોર્મેટમાં ઓછી તકો મળી હશે, પરંતુ તે તેનો મહત્તમ ઉપયોગ કરી રહ્યો છે. આ 6 ઇનિંગ્સમાં તેણે 71.25ની સરેરાશ અને 97.60ની સ્ટ્રાઇકિંગ સાથે 285 રન બનાવ્યા છે.

રોહિત શર્માએ પણ તોડ્યા અનેક રેકોર્ડ 

રોહિત શર્માએ પણ 69 બોલમાં 3 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકારી 79 રન બનાવીને અનેક રેકોર્ડ તોડ્યા છે. રોહિત માટે વનડે ઇનિંગનો આ 95મો મોકો હતો, જેમાં તેણે 50 કે તેથી વધુ રન બનાવ્યા હોય. આ ઇનિંગ્સ સાથે રોહિતે પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો હતો. દ્રવિડે વનડે ક્રિકેટમાં 94 વખત 50થી વધુનો સ્કોર બનાવ્યો છે. ભારત માટે રોહિતથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર સચિન તેંડુલકર (145 વખત) અને વિરાટ કોહલી (131 વખત)એ બનાવ્યો છે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી

આ 71મો મોકો હતો જ્યારે રોહિત શર્મા ODIમાં 100 કે તેથી વધુ રનની ભાગીદારીનો ભાગ બન્યો હોય. રોહિતથી વધારે ભાગીદારીમાં 100 કે તેથી વધુ રન કરવામાં ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ (72 વખત), વિરાટ કોહલી (86 વખત) અને સચિન તેંડુલકર (99 વખત)નો સમાવેશ થાય છે. જેમાં કુમાર સંગાકારા પાંચમા ક્રમે છે, તેઓ ODI માં 67 વખત 100 રનની ભાગીદારીનો ભાગ રહ્યા છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤