લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

ટીમ ઇન્ડિયામાં રાતોરાત આ ઘાતક ઓલરાઉન્ડરની એન્ટ્રી, ચેન્નાઈ વનડે પહેલા BCCIનો મોટો નિર્ણય! | harshit rana added india squad final afghanistan odi chennai

by

Thenewsdk

Updated: 19-06-2026, 07.02 PM

Follow us:

ટીમ ઇન્ડિયામાં રાતોરાત આ ઘાતક ઓલરાઉન્ડરની એન્ટ્રી, ચેન્નાઈ વનડે પહેલા BCCIનો મોટો નિર્ણય! | harshit rana added india squad final afghanistan odi chennai



photo 1781875154475

Harshit Rana Added to Indian Team Playing XI: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચોની વનડે સીરિઝની છેલ્લી મેચ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઈમાં રમાનારા ત્રીજા અને અંતિમ વનડે મુકાબલા માટે યુવા ઓલરાઉન્ડર હર્ષિત રાણાને ભારતીય સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ શુક્રવારે આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી છે. લાંબા સમયથી ઈજાના કારણે ક્રિકેટના મેદાનથી દૂર રહેલો હર્ષિત રાણા હવે સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે અને તે ચેન્નાઈમાં ટીમ સાથે જોડાઈ ચૂક્યો છે.

ઈજાના કારણે T20 વર્લ્ડ કપ અને IPL 2026 ગુમાવવી પડી હતી

24 વર્ષીય હર્ષિત રાણા ચાલુ વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ સાઉથ આફ્રિકા સામેની વોર્મ-અપ મેચ દરમિયાન ઘૂંટણની ઈજાનો ભોગ બન્યો હતો. આ ગંભીર ઈજાના કારણે તે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો અને ટીમમાં તેના સ્થાને મોહમ્મદ સિરાજને તક અપાઈ હતી. એટલું જ નહીં, આ ઈજાના કારણે તે IPL 2026માં પણ કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમી શક્યો ન હતો. ત્યારબાદ તેણે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રહીને પોતાનું રિહેબિલિટેશન પૂર્ણ કર્યું છે.

ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ પહેલાં ચેન્નાઈમાં મળી શકે છે તક

મહિનાઓ સુધી ક્રિકેટ મેદાનથી દૂર રહ્યા બાદ, હર્ષિત રાણાને આગામી ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામેની T20I સીરિઝ તેમજ જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમમાં ઓલરેડી પસંદ કરી લેવામાં આવ્યો છે. જોકે, શનિવારે ચેન્નાઈ વનડેમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે, તો તે આ આંતરરાષ્ટ્રીય પ્રવાસો પહેલાં જ મેદાન પર એક્શનમાં જોવા મળશે.

હર્ષિત રાણાના વનડે કરિયરના આંકડા પર એક નજર

આ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરે ભારત માટે પોતાની છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં રમી હતી. ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ વનડે મેચમાં તેણે શાનદાર પ્રદર્શન કરતા 3 વિકેટ ઝડપી હતી અને નંબર 8 પર બેટિંગ કરતા માત્ર 43 બોલમાં 52 રનની આક્રમક અડધી સદી ફટકારી હતી. હર્ષિતે અત્યાર સુધી રમેલી 14 વનડે મેચોમાં 27.38ની સરેરાશથી કુલ 26 વિકેટ પોતાના નામે કરી છે.

ભારતીય ટીમ સીરિઝમાં 2-0થી આગળ, ત્રીજી મેચ શનિવારે

ભારતીય ટીમે આ વનડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ધર્મશાલા અને લખનૌમાં રમાયેલી પ્રથમ બે મેચો જીતીને ભારત સીરિઝમાં 2-0થી અજેય છે. સીરિઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ શનિવારે ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે, જેમાં ટીમ મેનેજમેન્ટ હર્ષિત રાણાને અજમાવી શકે છે.

આ પણ વાંચો: વિરાટ કોહલીના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! જાણો કઈ સીરિઝથી મેદાન પર ગર્જના કરશે ‘કિંગ કોહલી’

અફઘાનિસ્તાન સામેની ત્રીજી વનડે માટે અપડેટ થયેલી ભારતીય સ્ક્વોડ:

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન), કે. એલ. રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે, યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણા.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤