લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

એક વર્ષથી ઠેલાયા કરતી વી વન ફિલ્મનાં કેટલાંક દ્રશ્યો રિશૂટ થશે | Some scenes of the film V One which has been in the making for a year will be reshot

by

Thenewsdk

Updated: 19-06-2026, 09.20 PM

Follow us:

એક વર્ષથી ઠેલાયા કરતી વી વન ફિલ્મનાં કેટલાંક દ્રશ્યો રિશૂટ થશે | Some scenes of the film V One which has been in the making for a year will be reshot



photo 1781884231566

– એકતા કપૂરે ફિલ્મની સફળતાનો વિશ્વાસ ગુમાવ્યો

– હવે રીલિઝમાં બે મહિના કરતાં ઓછો સમય બાકી છે ત્યારે કચાશ રહી ગયાની ખબર પડી        

મુંબઈ : સિદ્ધાર્થ મલ્હોત્રા  અને તમન્ના  ભાટિયાની ફિલ્મ ‘વી વનઃ ધ ફોર્સ ઓફ ધી ફોરેસ્ટ’ આમ તો છેલ્લાં એક વર્ષથી ઠેલાયા કરે છે. ફિલ્મ અગાઉ આ મે માસમાં રજૂ  થવાની હતી. તે પછી આગામી ઓગસ્ટની રીલિઝ નક્કી થઈ પરંતુ  તે પહેલાં જ ફિલ્મમાં હજુ  કેટલીક કચાશ રહી ગઈ હોવાનું જણાતાં  કેટલાંક દ્રશ્યોનું દસ દિવસનું નવેસરથી શૂટ કરવાનું નક્કી કરાયું છે. 

 ‘ધી વાયરલ  ફિવર’ના નેજા હેઠળ ‘પંચાયત’ અને ‘ગુલ્લક’ સહિતના લોકપ્રિય શોઝ સાથે સંકળાયેલા દિપક કુમાર મિશ્રા અને અરુણાભ કુમારે આ ફિલ્મનું   દિગ્દર્શન  કર્યું છે. જોકે, પ્રોડયૂસર તરીકે એક્તા  કપૂરને કદાચ  ફાઈનલ પ્રોડક્ટ પર વિશ્વાસ બેઠો નથી. 

જોકે, ફિલ્મની ટીમનો એવો દાવો છે કે ફિલ્મ જે રીતે બની છે તેનાથી ફિલ્મમેકર્સ સંતુષ્ઠ છે પણ સ્ટોરીની નાટયાત્મકતા વધારે તેવી ક્ષણોને વધારે સારી રીતે દર્શાવવા માટે આ વધારાનું શૂટિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤