![]()
– અત્યારના સમયમાં કદાચ પહેલીવાર આવો સંયોગ
વારંવાર વિલંબ થયા પછી ‘ટોક્સિક’ના સર્જકોએ આખરે આજે ફિલ્મની નવી રીલિઝ તારીખ જાહેર કરી હતી
– બે વાર ટળેલી ટોક્સિક ઓગસ્ટમાં સિદ્ધાર્થની વી વન તથા શ્રદ્ધાની ઈથા સાથે ટકરાશે
મુંબઈ: આગામી ઓગસ્ટમાં કિયારાની ‘ટોક્સિક’ તથા સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘વી વન’ એક જ દિવસે તા. ૨૬મી ઓગસ્ટે રીલિઝ થશે. તેના બે જ દિવસ પછી તા. ૨૮મીએ શ્રદ્ધા કપૂરની ‘ઈથા’ પણ રીલિઝ થવાની છે.
મલ્ટી સ્ટાર ‘ટોક્સિક’માં યશ ઉપરાંત કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, રુકમણી વસંથ અને તારા સુતરીયા પણ છે. જો કે તેની રજૂઆતથી સિદ્ધાર્ત મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ ‘વિવાન’ સાથે ટક્કરની પણ સંભાવના ઊભી થઈ છે. સમયપત્રક બદલાય નહિ તો કિયારા અડવાણી અને પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા બોક્સ ઓફિસ પર આમને સામને આવી શકે.
અગાઉ ગત માર્ચમાં ‘ધુરંધર ટુ’ સામેની ટક્કર ટાળવા ‘ટોક્સિક’ની રીલિઝ કેન્સલ થઈ હતી.
તે પછી ગત મે માસમાં રીલિઝ નક્કી થઈ હતી. જોકે, ડિજિટલ રાઈટ્સ માટે ધાર્યા પ્રમાણેની રકમ નહીં મળતાં આ રીલિઝ પણ કેન્સલ થઈ હતી.


Leave a Comment