એન્ટરટેઇનમેન્ટ

“પહેલી ફિલ્મ માટે રેપ કરાવશો?” Monalisa ડિરેક્ટર પર ભડકી, કહ્યું—”આપઘાતનો રસ્તો જ બચ્યો”

by

Thenewsdk

Updated: 25-03-2026, 06.06 PM

Follow us:

Monalisa controversy : મહાકુંભથી રાતોરાત પ્રસિદ્ધ બનેલી મોનાલિસાને ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રાએ સ્ટાર બનાવી છે. પોતાની ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’માં તેને હીરોઇન તરીકે લીધી અને એક્ટિંગની તાલીમ પણ આપી, પરંતુ ફરમાન ખાન સાથે લગ્ન કર્યા બાદ મોનાલિસાના વલણમાં ફેરફાર આવ્યો છે. મોનાલિસાના લગ્નને તેમના પરિવાર અને સનોજ મિશ્રાએ ‘લવ જિહાદ’ કહીને પ્રશ્નો ઊભા કર્યા છે. આ સમગ્ર વિવાદ અંગે મોનાલિસાએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને સનોજ મિશ્રા પર નિશાન સાધ્યું છે.

મોનાલિસાએ પોતાના ડેબ્યુ ફિલ્મના ડિરેક્ટર સનોજ મિશ્રા પર છેડછાડનો ગંભીર આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે સનોજ મિશ્રાએ તેમને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે તેમણે આ બાબત પરિવારને જણાવી અને વિરોધ કર્યો, ત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. ઉલટું મોનાલિસાને ચૂપ રહેવાનું કહેવામાં આવ્યું.

કેરળમાં મીડિયા સાથે વાત કરતાં મોનાલિસાએ કહ્યું, “મારા અને ફરમાન પાસે હવે એક જ રસ્તો બચ્યો છે, અને તે છે આપઘાત. જો દિલ્હી અને મધ્ય પ્રદેશની સરકાર અમારી મદદ નહીં કરે તો અમે બંને આપઘાત કરી લઈશું. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અમને ખુલ્લેઆમ મારવાની, કાપવાની ધમકીઓ મળી રહી છે. અમારા પોસ્ટરો સળગાવવામાં આવી રહ્યા છે. હું સરકારને હાથ જોડીને વિનંતી કરું છું કે અમને સપોર્ટ કરે.”

આ પછી મોનાલિસાએ સનોજ મિશ્રા પર વધુ ગંભીર આરોપ લગાવતા કહ્યું, “સનોજ મિશ્રા કહે છે કે મને મોનાલિસાનું નામ લેતા શરમ આવે છે, અને તે મારી ફિલ્મનો ભાગ નહીં બને, પરંતુ મને પોતે તેમની ફિલ્મનો ભાગ બનવું નથી. કારણ કે તેઓ ખૂબ જ ખરાબ માણસ છે. તેમનું નામ લેતાં મને શરમ આવે છે. મને ગંદું લાગે છે. તેઓ નાની નાની છોકરીઓને ફિલ્મની લાલચ આપીને છેડછાડ કરે છે. તેઓ વચન આપે છે કે ફિલ્મમાં કામ આપશે, પરંતુ ફિલ્મના નામે ખોટા કામ કરે છે.”

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.