મારું ગુજરાત

વડોદરા કેનાલ ટ્રેજેડી: ધોરણ 11ના વિદ્યાર્થીનું મોત, ઘટનાઓનો સિલસિલો યથાવત

by

Thenewsdk

Updated: 27-03-2026, 02.37 PM

Follow us:

Vadodara canal accident : વહેલી સવારે પોતાના ઘર વડસરથી એક્ટિવા પર નીકળ્યો હતો. રસ્તામાં તેણે પોતાના મિત્ર ઓમ દુબેને સાથે બેસાડ્યો હતો. બંને મિત્રો સેવાસી વિસ્તારમાં આવેલી કેનાલ પાસે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ વડાપાઉનો નાસ્તો કર્યો હતો. નાસ્તા બાદ હર્ષવર્ધન મોં-હાથ ધોવા માટે કેનાલના ઢાળવાળા ભાગેથી નીચે ઉતર્યો હતો.

આ દરમિયાન અચાનક તેનો પગ લપસી જતા તે સીધો જ કેનાલના પાણીમાં ખાબક્યો હતો. આ ઘટના જોઈને મિત્ર ઓમ ગભરાઈ ગયો હતો અને તાત્કાલિક પોતાના માતા-પિતાને જાણ કરી હતી. ત્યારબાદ ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચી ફાયર વિભાગે તરત જ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ સાંજ સુધી હર્ષવર્ધનનો કોઈ પત્તો મળ્યો ન હતો.

આખી રાત શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી, છતાં કોઈ સફળતા મળી ન હતી. આજે સવારે પાદરા નજીક કેનાલમાં એક મૃતદેહ દેખાતા ફાયર વિભાગને માહિતી આપવામાં આવી હતી. મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને બહાર કાઢ્યો હતો.

ત્યારબાદ તેને પાદરા પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે મૃતકના પરિવારજનોને બોલાવી ઓળખ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતદેહ હર્ષવર્ધનનો જ હોવાની પુષ્ટિ થઈ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.