લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026

DC vs LSG : દિલ્હીની ધમાકેદાર પરફોર્મન્સ, 6 વિકેટે જીત નોંધાવી

by

Thenewsdk

Updated: 02-04-2026, 07.21 AM

Follow us:

DC vs LSG result 2026 : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ના પાંચમા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવીને શાનદાર જીત નોંધાવી છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરનાર લખનઉની ટીમ માત્ર 141 રન પર સમેટાઈ ગઈ હતી. 142 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હીએ 17 બોલ બાકી રહેતા 4 વિકેટ ગુમાવીને જીત મેળવી.

gill zadran 21 1742821555

સ્કોરકાર્ડ

LSG: 141 (18.4 ઓવર)

DC: 145/4 (17.1 ઓવર)

દિલ્હી તરફથી બોલરોનો પ્રભાવશાળી દેખાવ રહ્યો

લુંગી ન્ગીડી અને ટી. નટરાજને 3-3 વિકેટ ઝડપી, જ્યારે કુલદીપ યાદવને 2 વિકેટ મળી. એક અક્ષર પટેલે લીધી અને ઋષભ પંત રનઆઉટ થયો. મુકેશ કુમારને વિકેટ ન મળી હોવા છતાં 3 ઓવરમાં માત્ર 17 રન જ આપ્યા. લખનઉ તરફથી અબ્દુલ સમદે 36 અને મિશેલ માર્શએ 35 રન બનાવ્યા. એડેન માર્કરામ (11) અને મુકેશ ચૌધરી (14) અને શાહબાઝ અહેમદ (15) અન્ય આંકડાઓ અન્ય કોઈ બેટ્સમેન બે આંકડામાં પહોંચી શક્યો નહોતો.

6198ede4b15ce51de819182ea005b879174288611651077 original

રિઝવી–સ્ટબ્સની મેચ વિનિંગ ભાગીદારી

દિલ્હીની ઇનિંગ્સ એક સમયે સંકટમાં હતી અને ટીમે માત્ર 26 રન પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સમીર રિઝવી (70) અને ટ્રિસ્ટન સ્ટબ્સ (39) વચ્ચે 119 રનની શાનદાર ભાગીદારી થઈ. રિઝવીએ 47 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે તાબડતોબ બેટિંગ કરી, જ્યારે સ્ટબ્સે 32 બોલમાં જવાબદારીપૂર્વક 39 રન બનાવી જીત સુનિશ્ચિત કરી.

images 3

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG):

રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), મિચેલ માર્શ, એડન માર્કરમ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકેશ ચૌધરી, મોહસિન ખાન, મોહમ્મદ શમી, એનરિક નોર્કિયા, પ્રિન્સ યાદવ

dc vs lsg

ઇમ્પેક્ટ પ્લેયર: શાહબાઝ અહેમદ

દિલ્હી કેપિટલ્સ (DC):

અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાન્કા, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, થંગારસુ નટરાજન

ઇમ્પેક્ટ પ્લેયર: સમીર રિઝવી

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤